ગામ માં સીતાફળ વેચતા સામાન્ય ખેડૂતે બનાવી 300 કરોડની આઈસ્ક્રીમ કંપની જાણો શું છે તેમની સંઘર્ષ કહાની
આજના સમયમાં સામાન્ય ખેડૂત પણ પોતાની બુદ્ધિ કળા આવડત થી પોતાનું સામ્રાજ્ય બનાવી શકે છે તેવા અનેક ઉદાહરણો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આવા જ એક ખેડૂતની સફળતા વિશે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેણે સીતાફળ વેચતા વેચતા સમગ્ર વિશ્વમાં પોતાની આઈસ્ક્રીમ ની કંપની ઉભી કરી દીધી.
તમે ઘણીવાર નેચરલ આઇસક્રીમ ટેસ્ટ તો ઓરીજનલ નામ સાંભળ્યું જ હશે આ માત્ર નામ નથી પરંતુ આજે એક બ્રાન્ડ બની ચૂકી છે. જેણે અનેક આઈસ્ક્રીમ કંપનીઓને પાછળ છોડી દીધી છે. આજે આ કંપનીનું ટર્નઓવર 300 કરોડ કરતાં પણ વધારે છે.
આ કંપનીની શરૂઆત તેમના પિતા રઘુનંદન એ કરી હતી. આજે તેમનો સમગ્ર પરિવાર આ ધંધા સાથે સંકળાયેલો છે. રઘુનંદન કર્ણાટકના રહેવાસી હતા. તેમના પિતા ફળોની ખેતી કરતા હતા અને તે ફળ વેચી પોતાનું ગુજરાન ચલાવવા હતા. આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ તેમના પરિવારના સભ્યોએ સતત જીવનમાં સંઘર્ષ કરી સફળ થવાનું શીખવ્યું હતું. આ જ વાત થી પ્રેરણા લઈ 1996 માં તે મુંબઈ રહેવા ગયો. અને તેનો ભાઈ મુંબઈમાં ગોકુલ નામથી રેસ્ટોરન્ટ ચલાવતો હતો.
આ રેસ્ટોરન્ટ માં તે ઈડલી ઢોસા ચટણી અને આઈસ્ક્રીમ પણ આપતો હતો.જો કે રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ ખૂબ નાનો ભાગ ભજવતો તો પરંતુ તેનો ભાઈ આઈસ્ક્રીમને લઈ ખૂબ મોટા વિચાર કરતો હતો.તેનું માનવું હતું કે કર્ણાટકમાં ઈડલી ઢોસા અને ચટણી લોકપ્રિય બની ગયા છે પરંતુ આઈસ્ક્રીમ હજુ સુધી લોકોની વચ્ચે એટલી ઓળખ બનાવી શક્યો નથી. પરંતુ તે નાનો હોવાથી પોતાના મોટાભાઈ ને કહી શકતો ન હતો. 1983 માં તેમના લગ્ન થયા અને આબાદ તેણે પોતાનું ધ્યાન ધંધા તરફ દોર્યું.
પહેલાના સમયમાં આઈસ્ક્રીમ પાર્લર ન હતા પરંતુ નાના ભાઈએ એકલા હાથે આઈસ્ક્રીમ પાર્લર ચલાવવાનું નક્કી કર્યું. 14 ફેબ્રુઆરી 1984 ના રોજ માં પ્રથમવાર ધ નેચરલ આઈસ્ક્રીમ આઉટલેટ ખુલ્યું હતું. આ દિવસ જ તેની સફળતાનો પ્રથમ દિવસ હતો. આ બાદ એણે વિચાર્યું કે આઈસ્ક્રીમ વેચવા માટે મારે અમીર લોકો અને ફરતા લોકોની જરૂર છે તેથી તેણે જુહુમાં આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કર્યું.
આ સાથે સાથે તેણે ગરમાગરમ અને મસાલેદાર પાવભાજી વેચવાનું શરૂ કર્યું કારણકે તેનું માનવું હતું કે લોકો ગરમાગરમ અને મસાલોદાર થાય ઠંડુ ખાવાનું પસંદ કરે છે જેથી તેના આઈસ્ક્રીમનું વેચાણ વધી શકે છે. આ વિચાર માં તેને સફળતા મળી અને તેની આઇસ્ક્રીમ વેચવાની પદ્ધતિ સફળ રહી લોકો પાવભાજી ખાધા બાદ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હતા. પરંતુ તે આટલાથી સંતુષ્ટ ન હતો તેથી તેણે પાવભાજી વેચવાનું બંધ કરી ફક્ત આઈસ્ક્રીમ પાર્લર શરૂ રાખ્યું હતું. શરૂઆતમાં તે માત્ર સીતાફળ ફ્લેવરના આઈસ્ક્રીમ વેચતો હતો પરંતુ ધીરે ધીરે સફળતા મળ્યા બાદ આજે તેમની કંપની બ્રાન્ડ બની ચૂકી છે.
135 કરતા પણ વધારે આઉટલેટ છે અને 20 થી વધારે સ્વાદ ના આઈસ્ક્રીમ વેચાણ આ કંપની કરી રહી છે. આ કંપનીને ટોપ ટેન કંપનીમાં સ્થાન મળ્યું છે. આ મુકામ સુધી પહોંચવા માટે સમગ્ર પરિવારે ખૂબ સંઘર્ષ અને મહેનત કરી છે તેથી આજે આ કંપની સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે સામાન્ય સીતાફળ વેચતા ખેડૂતે આજે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે.