|

આંધી વંટોળ માટે તૈયાર રહેજો!! ગુજરાતમાં વરસાદ પહેલા આવી શકે છે ભયંકર વાવાઝોડું, જાણો કયા વિસ્તારો થઈ શકે છે સૌથી વધુ પ્રભાવિત

હાલ સમગ્ર ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને કારણે તમામ ગુજરાતના લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક આગાહી વ્યક્ત કરી છે. સાત થી 10 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે સાથે સાથે 25 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.

જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પહેલા 17 મેથી કાળજાળ ગરમીમાં વધારો થઈ શકે છે જેને કારણે હજુ પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. 14 થી 18 જૂન વચ્ચે વંટોળ સાથે ભારે વરસાદની આગાહી છે તથા અનેક જગ્યાએ વાવાઝોડાના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. 17 મે બાદ ગરમીનો પારો 40 ડિગ્રી કરતાં પણ વધવાની શક્યતા છે.

કાળજાળ ગરમી બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 42 ડિગ્રી કરતાં પણ વધી શકે છે જેને કારણે આ તમામ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ છેલ્લા 15 દિવસોમાં વધારે રહેશે. હાલમાં તો સમગ્ર ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે.

26 મેના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થશે પરંતુ આ પહેલા કાળજાળ ગરમી મન મૂકીને વર્ષે તેવી શક્યતા છે.અરબી સમુદ્રમાં ભારે હલચલ થવાથી વાતાવરણમાં સતત બદલાવ રહેવાની સંભાવના છે જોકે ઉનાળાના માહોલ વચ્ચે પણ ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો જેને કારણે કહી શકાય કે આગળના સમયમાં પણ ઉનાળો અને ચોમાસુ બંને ઋતુ એક સાથે જોવા મળી શકે છે પરંતુ હાલ હવામાન વિભાગે 26 મે બાદ કોઈ ખાસ આગાહી વ્યક્ત કરી નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *