ભાઈની રિસેપ્શન પાર્ટીમાં બહેને વટ પાડી દીધો!! ઈશા અંબાણી જોવા મળી ગુલાબ થી બનાવેલા 3D લહેંગા લૂકમાં તસવીરોમાં લાગે છે રાજકુમારી જુઓ ખાસ ફોટોશૂટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન આ વર્ષે દેશમાં સૌથી વધુ ચર્ચા માં રહ્યા હતા.અને સોશિયલ મીડિયામાં પણ ચારેકોર તમામ લોકો એ અંબાણી પરિવાર ના લગ્ન ની વાહ વાહ કરી હતી.આ લગ્ન સંપૂર્ણ હિન્દુ પરંપરા અને રીતરિવાજ અનુસાર આયોજિત કરવામાં આવ્યા હતા.બાર જુલાઈ ના પવિત્ર પાવન અને શુભ દિવસ એ એન્ટિલિયા થી મુંબઇ ના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે શાનદાર શાહી અંદાજમાં જાન લઈ જવામાં આવી હતી.જેમાં ફિલ્મ ના સુપરસ્ટાર થી માંડી તમામ દેશ વિદેશના મહેમાનો પણ હાજર રહ્યા હતા.આ સાથે કંપની સાથે જોડાયેલા કર્મચારીઓ પણ મન મૂકી ને નાચતા જોવા મળ્યા હતા.
આખરે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા ત્યારબાદ 13 જુલાઈના રોજ નવદંપત્તિના નવા લગ્ન જીવન માટે આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલો સહિત તમામ સાધુ સંતોએ અનંત અને રાધિકાને રૂડા આશીર્વાદ પાઠવી તેમના નવા જીવન ની શરૂઆત કરાવી હતી. આબાદ 14 જુલાઈ રવિવાર નો દિવસ તમામ લોકો માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો. કારણકે આ દિવસે રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવ આયોજન કર્યું હતું તેમાં પણ મહેમાનો નો મેળવડો જોવા મળ્યો હતો.
લગ્ન દરમિયાન અંબાણી પરિવારની તમામ મહિલાઓની સ્ટાઇલ અને ફેશન ચર્ચાનો વિષય રહી હતી. અનંત અંબાણીની મોટી બહેન અને મુકેશ અંબાણી ની લાડકી દીકરી ઈશા અંબાણીનો રોયલ લુક તમામ લોકોએ પસંદ કર્યો હતો.અનંત-રાધિકાની યોજાયેલી ભવ્ય રિસેપ્શન પાર્ટી ના દિવસે ઈશા એકદમ નવા લૂક માં જોવા મળી હતી.સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અનૈતા શ્રોફ અદાજાનિયાએ ઈશાના આ લુકને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો.
સમગ્ર વિશ્વ માં નામના ધરાવતા અને જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી દ્વારા બનાવેલા હાથીદાંતના રંગના લહેંગામાં ઈશા એક સ્વર્ગ ની અપ્સરા કરતા પણ વિશિષ્ટ અને સુંદર લાગી રહી હતી.આ લહેંગાને વધુ આકર્ષક અને સુંદર બનાવવા માટે તેમાં 3D ગુલાબ બનાવવામાં આવ્યા છે જે આકર્ષક લાગે છે. ફૂલોના ગુચ્છો અને નાના દડાઓથી સુશોભિત આ લહેંગા માં ઇશા અંબાણી પરી લાગી રહી હતી.
આ લહેંગા સાથે ઈશાએ વી નેકલાઈન સાથે ફુલ સ્લીવ ક્રોપ ડિઝાઈનના બ્લાઉઝની જોડી બનાવી છે અને તેના પર સિલ્ક સાથે પણ સુંદર એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું છે. ઈશાએ હેવી વર્ક લેહેંગા સાથે સાદો હાથીદાંતનો દુપટ્ટો પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.ઈશાએ તેના સુંદર દેખાવને પૂર્ણ કરવા માટે ડાયમંડ અને પર્લ જ્વેલરી સ્ટાઇલ કરી છે. સ્તરવાળી મોતી અને હીરાનો હાર ગળામાં પહેરવામાં આવે છે જ્યારે મેચિંગ ઇયરિંગ્સ, માંગ ટીક્કા અને બ્રેસલેટને સુંદર રીતે સ્ટાઇલ કરવામાં આવે છે.