કળિયુગના શબરી તરીકે જાણીતા દેવીનું રામ મંદિર માટે ત્યાગ જોઈને તમે પણ તેના વખાણ કરતા થાકશો નહીં

આપ સૌ લોકો જાણો છો કે 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ ઉત્સવની સૌ ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ મંદિર બનાવવા પાછળ અનેક લોકોના સંઘર્ષો પણ રહેલા છે ત્યારે આપણને આપણી નજરે રામ મંદિર થતા જોઈ શકીએ છીએ તે માત્ર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની કૃપાથી જ શક્ય તથા સાકાર બન્યું છે. ત્યારે રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક ભારતવાસીઓ માટે આ બીજી દિવાળી જ હશે તેવું લાગી રહ્યું છે ત્યારે અનેક લોકોએ રામ મંદિર માટે પોતાના યોગદાન તથા ત્યાં જ સમર્પણ કર્યા હતા આવી જ એક કહાની આપને આજે જણાવવા જઈ રહ્યા છીએ. ઝારખંડના 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લા 31 વર્ષથી રામ મંદિર માટે મૌન પાડી રહ્યા હતા. તેમના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે 1992માં બાબરી પડી જતા તેમને રામ મંદિર માટે મૌન પાળ્યો હતો અને તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મૌન પાડીશ તેવો 22 જાન્યુઆરી 2020 ના રોજ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે પોતાનું મૌન તોડશે આ માજી રામ મંદિર માટે ખૂબ જ ઉત્સુક છે.

તેની આંખોમાં ખુશીઓના આંસુ જોવા મળ્યા હતા તેઓ આઠ જાન્યુઆરીથી જ રામ મંદિર અયોધ્યા જવા માટે રવાના થયા હતા અને અનોખા ઉત્સવમાં પોતાની હાજરી આપશે તેની સાથે સાથે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે રામ મંદિરના ઉત્સવ દરેક ગામ તથા દેશના દરેક ખૂણા સુધી ટીવી દ્વારા પહોંચાડવામાં આવશે. જેથી કરીને જે લોકો અયોધ્યા પહોંચી શકતા નથી. તેઓ પણ આ અનોખા ઉત્સવનો લાભ લઇ શકે અને ઘરે બેઠા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની હાજરી આપી શકે જો કે અત્યારથી જ દરેક ભારતવાસીઓ રામ મંદિર અયોધ્યા જવા માટે રવાના થયા છે જ્યાં લાખો ભક્તો આ ઉત્સવમાં હાજરી આપશે.

તેની સાથે સાથે દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે અને આ ઉત્સવના સાક્ષી બનશે તેના પરિવારજનો કહી રહ્યા છે કે અમારા માતા અયોધ્યામાં મોની માતાના નામથી ઓળખીતા છે. જોકે તેનો આ ત્યાગ અમારે વર્ણન કરવો ખૂબ જ મુશ્કેલ છે.

તેઓ 1992 થી 2020 સુધી તેઓ બપોર એક કલાક બોલતા હતા. પરંતુ જ્યારથી તેઓએ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલ્યાસ કર્યો ત્યારથી તેઓ સંપૂર્ણપણે મૌન છે અને તેમને પ્રતિજ્ઞા કરી કે તેઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ પોતાનું મન તોડશે છે. ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદ દિવસે માતાએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રામ મંદિર નહીં તૈયાર થાય.

ત્યાં સુધી હું મારી વાણીનો ત્યાગ કરીશ અને સંપૂર્ણપણે મૌન પાળીશ ખરેખર આવો ત્યાગ રામ મંદિર માટે જોઈને આપ પણ ખુશ થઈ જશો. આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેમાં લોકો આ માધિના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. તેની સાથે સાથે આ ત્યાગને પણ વધાવી રહ્યા હતા અને અનેક લોકો જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. તો ઘણા લોકો કહી રહ્યા છે કે આ માતા સાક્ષાત શબરી નું રૂપ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *