બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજ સામે સામનો કરતી હીનાખાને ચાહકોને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી કિમોથેરાપીના બતાવ્યા નિશાન, ખુશીના સમાચાર આપતા કહ્યું કે…જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણતા હશો કે થોડા સમય પહેલા હિના ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બ્રેસ્ટ કેન્સર વિશેની માહિતી પોતાના ચાહકોને આપી હતી જોકે હાલમાં હિના ખાન પોતાના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે પરંતુ આ સમયના માહોલ વચ્ચે પણ ચાહકો હંમેશા તેને સાથ સહકાર આપતા રહે છે. હાલમાં તે બેસ્ટ કેન્સરના છેલ્લા સ્ટેજમાંથી પસાર થઈ રહી છે.

પરંતુ આટલા ખરાબ સમય વચ્ચે પણ હિના ખાન પોતાના અટક મનોબળ અને અતૂટ આત્મવિશ્વાસ સાથે ક્યારેય પણ હાર નથી માની અને સતત પરિસ્થિતિ સામે લડતી રહે છે આ કારણથી જ તે કેન્સર જેવી મોટી બીમારી હોવા છતાં પણ પોતાનો આત્મબળ અને આત્મવિશ્વાસને કારણે અડીખમ ઊભી છે.

આપને જણાવી દઈએ કે હિના ખાન સતત કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરતી રહે છે આ કારણથી જ તે હાલમાં કીમો થેરાપી લઈ રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ચાહકોને પોતાની અપડેટ આપતી રહે છે. તેમણે હાલમાં જ સોશિયલ મીડિયામાં સ્ટોરી શેર કરી છે જેમાં તે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કીમો થેરાપીના નિશાન બતાવી રહી છે.

આટલી ગંભીર બીમારીનો સામનો કરતી હોવા છતાં પણ તેમના આત્મવિશ્વાસ પોઝિટિવિટી અને હકારાત્મક ઉર્જા જોતા ચાહકોના દિલ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ખરેખર આટલા મુશ્કેલ સમયમાં પણ હસતું રહેવું દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે પરંતુ તેવા સમયના માહોલ વચ્ચે પણ ખૂબ જ સરળતાથી તે પોતાના ચહેરા પર સ્માઈલ અને હકારાત્મક ઊર્જા લાવી સતત પરિસ્થિતિ સામે હિના ખાન લડતી રહે છે.

હિના ખાનના તમામ ચાહકોએ પોઝિટિવિટી અને આત્મવિશ્વાસના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેમના માટે ભગવાન પાસે પ્રાર્થનાઓ પણ કરી હતી.પોતાના મુશ્કેલ સમયની શરૂઆત સાથે જ હિંમતભેર જીવન જીવતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હિના એ સંકેત આપ્યો હતો કે તેમના જીવનમાં કંઈક સારું થવાનું છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ટીશર્ટ પર પણ લખેલું હતું કે સારો સમય આવવાનો છે.

હાલમાં હિના મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી છે. આ સાથે જ હોસ્પિટલ સ્ટાફે પણ હિના ખાનના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના અને શુભેચ્છા પાઠવી હતી. હિના ખાન બ્રેસ્ટ કેન્સરનો સામનો કરતી હોવા છતાં પણ હંમેશા પોતાના કાર્યમાં સક્રિય રહે છે. હાલમાં તો હિના ખાને સારો સમય આવવાના સમાચાર પોતાના ચાહકો સમક્ષ રજૂ કર્યા હતા આ સમાચાર સાંભળી ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *