બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં બાબા કેદારનાથ મંદિર પહોંચી, પોતાના પરિવાર સાથે નો વિડીયો થયો વાયરલ

આપ સૌ લોકો જાણો છો કે અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે કેદારનાથના દ્વાર ખુલતા ની સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો. અનેક ભક્તોએ બાબા કેદારનાથના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ સાથે સાથે સમગ્ર મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દરેક ભક્તોએ ઢોલ નગારા અને શરણાઈ સાથે બાબા કેદારનાથ ભગવાનનું સ્વાગત કર્યું હતું. કેદારનાથ ધામમાં પ્રથમ દિવસે જ બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચી હતી.

શિલ્પા શેટ્ટી પોતાના સમગ્ર પરિવાર સાથે બાબા કેદારનાથના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સુપર સ્ટાર અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલી નથી આજ વાત ચાહકોને ખૂબ જ જ પસંદ આવે છે. શિલ્પા શેટ્ટી ના સમગ્ર પરિવાર ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીર ને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.

શિલ્પા શેટ્ટી ની માતા, પુત્રી અને બહેન કેદારનાથ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. સમગ્ર પરિવાર સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં માથામાં તિલક લગાવી આ મંદિરના પરિસરમાં ફોટો અને વિડીયો શુટીંગ કર્યું હતું. શિલ્પા શેટ્ટી એ પહેરેલા ચશ્માં પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શિલ્પા શેટ્ટી વિડિયો ના માધ્યમ દ્વારા પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.

શિલ્પા શેટ્ટી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે આ જ કારણથી શિલ્પા શેટ્ટી આજે પોતાના પરિવાર સાથે કેદારનાથ મંદિર પહોંચી હતી. કેદારનાથ મંદિરના દ્વાર ખુલતા ની સાથે જ પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા આ વર્ષે 22 લાખ કરતા પણ વધારે લોકો દર્શન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

તેમને કેદારનાથ પધારેલા દરેક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા બાબા કેદારનાથના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. હાલમાં તો શિલ્પા શેટ્ટી પોતાના સમગ્ર પરિવાર સાથે બાબા કેદારનાથ મંદિર પહોંચી હતી જેની તસવીરોમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી સાથે સાથે લોકોએ કોમેન્ટમાં હર હર મહાદેવ ના નારા પણ લગાવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *