અનંત રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારના ઘર આંગણે થયું શિવપુજાનું આયોજન મહા આરતી થી વાતાવરણ બન્યું ભક્તિમય જુઓ ખાસ તસ્વીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર પોતાના કોઈ પણ શુભ પ્રસંગે શરૂઆત ધાર્મિક કાર્યથી કરતો હોય છે આ કારણથી જ સમગ્ર દુનિયામાં અંબાણી પરિવાર એ પોતાની એક અલગ ઓળખ અને નામના ની સ્થાપના કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે. હવે જ્યારે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

આ પહેલા તેમના ઘર આંગણે એન્ટિલિયામાં શિવ મહાપૂજા નું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત આમંત્રિત મહેમાનો બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી દેશ-વિદેશના બિઝનેસમેન સગા સંબંધી અને મિત્ર તમામ લોકો હાજર રહ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે આ તસવીરો જોતા ની સાથે જ તમામ લોકોએ અંબાણી પરિવારના સંસ્કાર સંસ્કૃતિના ખૂબ જ વખાણ કર્યા હતા.

આ લગ્ન માટે દેશ-વિદેશના અનેક મહેમાનો સહિત સેલિબ્રિટી હાજર થવા જઈ રહી છે 12 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે આમંત્રિત મહેમાનો નો મેળાવડો જોવા મળશે. આ શુભ પ્રસંગ માટે તમામ લોકો ખૂબ જ આતુરતા અને ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણકે અંબાણી પરિવારના કોઈ પણ શુભ પ્રસંગ ખૂબ જ ખાસ અને વિશિષ્ટ રીતે ઉજવાતા હોય છે. અનંત અને રાધિકાએ પોતાના નવા લગ્ન જીવન માટે ભગવાન મહાદેવ ની વિશેષ શિવ પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ધન્યતા નો અનુભવ કર્યો હતો.

આ શિવ મહાપૂજા માટે ભવ્ય કાચની શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, મુકેશ અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી, આનંદ પીરામલ, શ્લોકા મહેતા અને પૌત્રો કૃષ્ણા પીરામલ અને વેદ આકાશ અંબાણી સહિત પરિવાર ના અન્ય સભ્યો અને સગા સંબંધીઓ ઊંચા કાચના શિવલિંગની સામે ઊભા રહેલા જોવા મળ્યા હતા.નીતા, અનંત, મુકેશ અને રાધિકા ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક શિવલિંગ પર દૂધ, ઘી અને સિંદૂર થી અભિષેક કરતા જોવા મળ્યા હતા. આ શિવ પૂજાની તમામ વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને હિન્દુ ધર્મ રીતરિવાજ અનુસાર કરવામાં આવી હતી જેમાં તમામ લોકોએ શિવ પૂજા બાદ હર હર મહાદેવ નો નાદ લગાવી મહાઆરતી નો લાભ લીધો હતો.

અંબાણી પરિવારના તમામ સભ્યો આ શિવ મહાપૂજામાં ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આ શિવપૂજાને વધારે ભક્તિમય બનાવવા માટે દેવી દેવતાઓને મૂર્તિઓ પણ રાખવામાં આવી હતી. આ સાથે રિલાયન્સ કંપનીના સ્થાપક અને સમગ્ર અંબાણી પરિવારના પ્રેરણાદાયક અને માર્ગદર્શક ધીરુભાઈ અંબાણી ની તસ્વીર પણ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *