અનંત અને રાધિકાની ‘હલ્દી’માં રંગબેરંગી ગુજરાતી ચણીયાચોળી સાથે જોવા મળી શ્લોકા અંબાણી, જુઓ સુંદર તસવીરો

અનંત અને રાધિકા હવે ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા આઠ જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટિલિયામાં અનંત અને રાધિકા માટે હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમની માં અંબાણી પરિવાર સહિત દેશ-વિદેશના તમામ આમંત્રિત મહેમાનોએ વિશિષ્ટ હાજરી આપી હલ્દી રસમ ના આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ હાલની રસમ ની વિધિ વચ્ચે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણીનો આકર્ષક લુક સામે આવ્યો છે.જેમાં તે સ્વર્ગની રૂપસુંદરી કરતા પણ વિશિષ્ટ અને સુંદર લાગી રહી હતી.

આ તમામ તસવીરો શ્લોકા ની બહેન દિયા મહેતા દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે જેમાં હલ્દી રસમની થોડી ઝલક પણ જોવા મળી હતી આ બાદ તેણે તેની બહેન શ્લોકા ને આકર્ષક લુક આપ્યો હતો.શ્લોકા કસ્ટમ-મેડ અનામિકા ખન્ના લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. આ લુકમાં શ્લોકા લીલા રંગની ચણિયાચોળીમાં ગુજરાતી અંદાજમાં જોવા મળી હતી. આ ચોલીમાં ગુજરાતી ભરતકામ કરવામાં આવ્યું છે.

લેંઘા ચોલીને ગુજરાતી ભરત કામથી શણગારેલા લાલ રંગના દુપટ્ટા સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. તેણે લાલ બિંદી માં બેઝ મેકઅપ સાથે તેના દેખાવને સંપૂર્ણતા આપી હતી. ખૂબ જ કિંમતી સ્ટેટમેન્ટ નેકલેસ ,માંગ ટીકા, હાથ ફૂલ અને કડસે સાથે શ્લોકા એ શાનદાર દેખાવ પ્રદર્શિત કર્યો હતો. આ બાદ ગુજરાતી સ્ટાઈલ થી વેણી ગજરાથી શણગારવામાં આવી હતી.જે શ્લોકાં ના સૌંદર્યમાં વધારો કરી રહી હતી.પરંતુ તે પહેલા ભવ્ય રાસ ગરબા અને સંગીત સંધ્યાનું અંબાણી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ અને શ્લોકાની બહેન દિયા જતીન મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર શ્લોકા અંબાણીની ખૂબ જ આકર્ષક અને સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંબાણીની પરિવારની મોટી વહુ પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર તમરા રાલ્ફ દ્વારા ડિઝાઈન કરેલા સિલ્વર આઉટ ફીટમાં ચમકી ઉઠી હતી.

તેમાં જ્વેલરી નો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે તેમણે ગળામાં સિલ્વર હાર તથા કાનમાં ઇયરિંગ્સ પહેરી છે.આ બાદ સમગ્ર અંબાણી પરિવાર સાથે સ્લોકા અંબાણી શાહરુખ ખાનની ફેમસ મુવી ઓમ શાંતિ ઓમના ગીત પર નાચતી જોવા મળી હતી જેમાં તેના ડાન્સ સાથે આ લૂક પણ ધૂમ મચાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ આગળના થનારા તમામ ફંકશનમાં શ્લોકા અંબાણીએ પોતાના માટે અનેક આઉટ ફીટ તૈયાર કર્યા છે જેની તસવીરો પહેલેથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પરંતુ હાલમાં તો તેમના આકર્ષક અંદાજને જોતાની સાથે જ તમામ લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા.

આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા એક ગુજરાતી પરિવારમાંથી આવે છે ત્યારે તેણે અનંત અને રાધિકાની હલ્દી સેરેમની માં ગુજરાતી પરંપરા ની ચણિયાચોળીમાં આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આટલા મોટા અમીર પરિવારની વહુ હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ હજુ સુધી ભૂલી નથી આ કારણથી જ આજે સમગ્ર અંબાણી પરિવાર દેશ દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે હાલમાં તો સ્લોકા અંબાણીનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો હતો અને લાખો ની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી. તમામ લોકોએ ગુજરાતી પરંપરા નો પહેરવેશ જોઈએ મન ભરીને વખાણ કર્યા હતા તથા શ્લોક અંબાણીએ પોતાના અંદાજથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા તથા આમંત્રિત મહેમાનોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *