પોતાના લગ્ન માટે પહેરેલ લેંઘા ચોલી માં જોવા મળી અંબાણી પરિવારની સૌથી મોટી વહુ “શ્લોકા” આ લુકથી પોતાના લગ્નની જૂની યાદોને ફરીથી તાજા કરી જુઓ વાયરલ તસવીરો

અનંત અને રાધિકાની લગ્નની વિધિઓ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવી હતી. આ લગ્ન માટેના તમામ ફંકશન ની શરૂઆત ત્રણ જુલાઈના રોજ કરવામાં આવી હતી જેમાં અંબાણી પરિવારના તમામ સભ્યોએ પોતાના ફેશન સ્ટાઈલથી લોકોને દીવાના બનાવ્યા હતા અને તેમની તસવીરો દરેક લોકોને ખૂબ પસંદ આવી હતી અને ચર્ચાનો વિષય બની હતી. આપણે તમામ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર પોતાના દરેક ફંકશનનો ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતો હોય છે અને એથી વિશેષ તેના દરેક સભ્યો અલગ અલગ આઉટ ફીટથી કાર્યક્રમને વિશેષ અને ખાસ બનાવતા હોય છે.

અંબાણી પરિવાર પોતાના દીકરા અનંત ના લગ્ન માટે સમગ્ર દુનિયામાં જાણીતો બન્યો હતો. આ વખતે અનંત રાધિકાના લગ્ન પ્રસંગ નિમિત્તે કોઈપણ કસર બાકી રાખી નથી મામેરા વિધી હલ્દી રસમ મહેંદી રસમ સંગીત સંધ્યા રાસ ગરબા ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નના ફંકશનમાં દેશ-વિદેશના આમંત્રિત મહિમાનો સાથે બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાઉથ ઇન્ડિયનના સુપરસ્ટાર રમત જગતના તમામ ખેલાડીઓ તથા સિંગર આ પ્રસંગમાં હાજરી આપી અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપ્યું હતું.

આ લગ્ન પ્રસંગના શુભ પવિત્ર માહોલ વચ્ચે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણી દુલ્હન કરતા પણ વિશેષ લાગી રહી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તેની સુંદરતા જોઈ તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ સૌથી મોટી વહુના સંસ્કારે મહેમાનોના દિલ જીતી લીધા હતા.શ્લોકા અંબાણીએ એક આકર્ષક લહેંગામાં પોતાનો દેખાવ કર્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે શ્લોકા કોઈપણ પ્રસંગમાં ફેશન સ્ટાઈલની દુનિયામાં હંમેશા આગળ રહે છે.

તેણે પોતાના લગ્નના લહેંગા-ચોલીને ફરીથી પહેરવાનું પસંદ કર્યું.જે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ દ્વારા બનાવવામાં આવ્યું હતુ.જોકે આ વખતે, તેની સ્ટાઈલિશ અને બહેન દિયા મહેતાએ અંડરટોનને ગુલાબી રંગમાં બદલીને પોશાકને નવા અંદાજના સ્વરૂપમાં બદલ્યું હતું. આ વખતે તેણે નવા પહેરવેશ ની જગ્યાએ પોતાના લગ્નના લેંઘા ના ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. આ પહેરવેશ સાથે તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે.

વિવિધ લહેંગા-ચોલી જટિલ ભરતકામ અને ચમકદાર મિરર વર્કથી શણગારવામાં આવી હતી.શ્લોકાએ સ્ટેટમેન્ટ નેકલેસ, ઇયરિંગ્સ, માંગ ટીકા, નથ અને બંગડીઓ સહિત ચમકદાર ડાયમંડ જ્વેલરી સાથે પોતાના લૂકને કમ્પલેટ કર્યો હતો.ડાયમંડ જ્વેલરી સાથે તેના અદભૂત પોશાકની જોડી ખૂબ જ આકર્ષક લાગે છે.મેકઅપ અને સરસ રીતે બાંધેલો બન તેના એકંદર દેખાવમાં વધારે ઉમેરો કરે છે.

દિયા મહેતાએ ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટાઇલિશ ટ્રાન્સફોર્મેશનની વિગતો શેર કરી કેપ્શન માં લખ્યું કે ફરીથી કલ્પના કરેલા લહેંગા પાછળના વિચારો વ્યક્ત કર્યા. “અમે પ્રેમની ઉજવણી કરે તેવો વિશેષ દેખાવ બનાવવા માંગીએ છીએ અને @shloka11ના પોતાના લગ્નના લહેંગા કરતાં વધુ સારું શું છે. અમે તાજા દેખાવ માટે અંડરટોન બદલીને ગુલાબી કરવાનો નિર્ણય કર્યો. તે આ અદભૂત કસ્ટમ @abujanisandeepkhosla lehenga માં અદભૂત દેખાય છે!”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *