શ્રદ્ધા કપૂરએ શોર્ટ ટીશર્ટ સાથે ખુલ્લા વાળ રાખી પોતાનો હોટ અંદાજ બતાવ્યો, તસવીરો જોતા ચાહકો તો ફિદા થઈ ગયા
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની સુંદરતાને કારણે હંમેશા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ સાથે ઘણા લોકો શ્રદ્ધા કપૂર ને નેશનલ ક્રશ તરીકે ઓળખે છે. શ્રધ્ધા કપૂરને આજે સમગ્ર વિશ્વમાંથી લોકો ચાહે છે અભિનેત્રીએ પોતાની અનેક ફિલ્મમાં અભિનય કરી સુપરહિટ ફિલ્મો બનાવવામાં સફળ રહી છે આ કારણથી આજે શ્રદ્ધા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધારે સફળ અભિનેત્રી બની ચૂકી છે આ કારણથી તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે.

શ્રદ્ધા કપૂર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે.તે અવારનવાર પોતાના અંગત જીવન ની અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે.શ્રદ્ધા કપૂર એ હાલ માં જ શેર કરેલી તસવીરો એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.જેમાં અત્યાર સુધી 42000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે સાથે સાથે લોકોએ કોમેન્ટ કરી શ્રદ્ધા કપૂરની સુંદરતાના વખાણ કર્યા છે.

તસવીરોમાં જોઈ શકો છો કે શોર્ટ ટીશર્ટ અને ઉપર શર્ટ પહેરી શ્રદ્ધા કપૂર એ પોતાનો હોટ અંદાજ બતાવ્યો હતો. આ તસવીરોમાં અભિનેત્રી ખુલ્લા વાળ સાથે આકર્ષક પોઝ આપતી જોવા મળી હતી. આ સાથે શ્રદ્ધા કપૂરની સ્માઈલે લોકોને ફિદા કરી દીધા હતા સાથે સાથે તે આખરી તસવીરમાં બર્ગર ખાતી જોવા મળી હતી. શ્રદ્ધા કપૂર અભિનેત્રી સાથે સાથે ફૂડી પણ છે જે આ તસ્વીર પરથી અંદાજો લગાવી શકાય. બીજી તસવીર મા તે શરમાતી જોવા મળે છે.

આ તમામ તસવીરમાં શ્રદ્ધા કપૂર અલગ અલગ અંદાજમાં જોવા મળે છે જેથી આ તમામ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી હતી. લોકોએ કોમેન્ટ દ્વારા કહ્યું હતું કે ધીસ ઇસ નેશનલ ક્રશ તો અન્ય વ્યક્તિ એ લખ્યું હતું કે ઓવર લોડેડ ક્યુટનેસ લોકોએ શ્રદ્ધા કપૂરની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા. આ તસવીરમાં શ્રદ્ધા કપૂર એ જસ્ટિન બીબર નું સોંગ પોસ્ટ કર્યું હતું.

હાલમાં તો આ તસવીર ચારેકોર વાયરલ થઈ રહી છે આ સાથે સાથે લોકોએ શ્રદ્ધા કપૂરની આવનારી ફિલ્મ માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી જોકે ઘણા લાંબા સમયથી શ્રદ્ધા કપૂર કોઈ ફિલ્મમાં જોવા મળે નથી જેથી આવનારા સમયનો શ્રદ્ધા કપૂર પોતાની સુપરહિટ ફિલ્મ માટે તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
