સિંગાપુરની યુવતીને ગામડાના દેશી છોકરા સાથે થયો પ્રેમ, વિદેશની ક્લબ પાટી મૂકી યુવતીએ અપનાવ્યું સંપૂર્ણ ગામડા નુ જીવન

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે તેને કોઈપણ જાતનું બંધન નડતું નથી છેલ્લા ઘણા સમયથી અનેક યુવાનો તથા યુવતીઓ એકબીજા સાથે સીમા ઓળંગીને પ્રેમમાં પડતા હોય છે. કોઈ રાજ્ય રાજ્ય વચ્ચેની કહાની નહીં પરંતુ દેશ દેશ વચ્ચેની પ્રેમ કહાની સાંભળવા મળે છે આવી જ એક ઘટના હરિયાણાના કેથલના એક પરિવારમાંથી સામે આવી છે કે જેને સિંગાપુરની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવકનું નામ વિનોદ છે કે જે છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં રહે છે પરંતુ તે કામ ધંધા અર્થે સિંગાપુર ગયો હતો.

જ્યાં તેમને સિંગાપુરની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તે યુવક થોડા સમય બાદ ભારત પાછો આવી ગયો હતો પરંતુ આ યુવતી વિનોદ વગર રહી શકે તેમ ન હતી તેથી જ તેણે વિનોદ સાથે લગ્ન કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ શરૂઆતમાં તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ યુવક પાંચ વર્ષના વિઝા લઈ સિંગાપુર ગયો હતો. ત્યારબાદ તે થોડા મહિનાઓ પછી દિવાળીની રજા માણવા માટે પોતાના વતન પાછો કર્યો હતો. પરંતુ અચાનક જ કોરોના આવી જતા વિનોદ પાછો સિંગાપુર ફરી શક્યો ન હતો.

તેથી તેને લગભગ બે વર્ષ કરતાં પણ વધારે ભારત રહેવું પડ્યું હતું. આ દરમિયાન બંને વાતો કરતા હતા બીજી બાજુ આ યુવતીને ખૂબ જ જલ્દીથી વિનોદને મળવું હતું પરંતુ તેના તમામ પ્રયાસો કોરોનાને કારણે નિષ્ફળ રહ્યા હતા. અચાનક એક દિવસ દિલ્હી એરપોર્ટ પરથી વિનોદ ને ફોન આવ્યો. આ ફોનમાં તે યુ તે બોલી રહી હતી યુવતી નો અવાજ સાંભળી તરત જ યુવક ચોકી ગયો. ત્યારબાદ વિનોદ દિલ્હી એરપોર્ટ પરથી આ યુવતીને લેવા માટે ગયો હતો. ત્યારબાદ બંને લોકોએ પોતાનો પ્રેમ સંબંધ પરિવાર ના સભ્યોને જણાવ્યું હતું. બંને લોકોના પરિવારની સહમતીથી બંને લોકોએ ખૂબ જ ધામધૂમથી ભારતમાં આવી લગ્ન કર્યા હતા.

યુવતી પોતાની પ્રેમ કહાની જણાવતા કહે છે કે અમે બંને લોકો 2017 થી રિલેશનશિપમાં છીએ અમારી બંનેની પહેલી મુલાકાત ફેસબુકના માધ્યમ દ્વારા થઈ હતી ત્યારબાદ અમને બંને લોકોને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. હાલમાં તો હું વિનોદના થોડા ઘણા શબ્દો સમજી શકું છું પરંતુ તે એક્શન કરી મને પોતાની દરેક વાત જણાવે છે હું અહીં ભારતમાં રહી તમામ ભાષા રીતરિવાજો તથા તેના સંસ્કારો શીખી લઈશ તેવી મને આશા છે અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમારું સુખી પ્રેમાળ જીવન માણવા અમે તૈયાર છીએ.

અહીંના લોકો તથા તેની સંસ્કૃતિ અને સંસ્કારો ખૂબ જ વિશાળ અને ભવ્ય છે આ યુવતીએ ભારતીય સંસ્કૃતિના પણ મન ભરીને વખાણ કર્યા હતા. આ યુવતી માત્ર ઘરકામ જ નહીં પરંતુ ગામડાના દરેક કાર્યો ખૂબ જ સારી રીતે નિભાવે છે તથા તે હાલમાં અન્ય કાર્યો પણ શીખી રહી છે આ બંને લોકોની પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક લોકોએ કોમેન્ટ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તો આ પ્રેમ કહાની એક ચર્ચાનો વિષય બની ગઈ છે તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ જ ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *