ગુલાબી કુર્તી અને ગોગલ્સ પહેરી સિંગર કાજલ મહેરિયાનો દમદાર અંદાજ આવ્યો સામે, સુંદર અને આકર્ષક પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ

ગુજરાતી સંગીતકાર કાજલ મેહેરીયા હંમેશા સોશિયલ મીડિયા અને માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ કાજલ મહેરીયા ના ગીતો પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે થોડા સમય પહેલા જ વિદેશના યુવક સાથે કાજલ મહેરીયા ગુજરાતી ગીતની રમઝટ જમાવી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ કારણથી કહી શકાય કે કાજલ મહેરીયા ના ગીતો થી વિદેશના લોકો પણ દીવાના બની ગયા છે.

કાજલ મહેરિયા નો અવાજ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. કાજલ મહેરીયા પોતાના કાર્યક્રમ સાથે સાથે ફેશન સ્ટાઈલમાં પણ હંમેશા આગળ રહે છે આ કારણથી જ ચાહકો તેમને વધારે પસંદ કરે છે પ્રેમી પંખીડા ના ગીતો કાજલ મહેરીયા મોટેભાગે ગાવાનું પસંદ કરે છે. કાજલ મહેરીયા પોતાના દરેક કાર્યક્રમમાં યુવાનો સહિત તમામ લોકોને પોતાના ગીતોથી મોજ કરાવતી હોય છે આ કારણથી જ તેઓના લોક ડાયરા અને ગીતો ખૂબ જ જાણીતા અને પ્રિય બન્યા છે.

હાલમાં કાજલ મહેરીયા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ગુલાબી કુર્તી સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચાહકો એ લાઇક અને કોમેન્ટ ના માધ્યમથી કાજલ મહેરિયા પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી.

આ તસવીરો ને અત્યાર સુધી બાર હજાર કરતાં વધારે લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. આ સાથે જ વરસાદની મોસમ વચ્ચે કાજલમેહેરીયા એ પોતાનું એક નવું ગીત લોકો સમક્ષ રજૂ કર્યો હતો જેનું નામ પહેલી મોસમ નો વરસાદ છે. આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને લાખોની સંખ્યામાં લોકો દ્વારા શેર અને લાઈક કરવામાં આવ્યું હતું. કાજલ મહેરીયા અવારનવાર પોતાના લોકપ્રિય ગીત અને આલ્બમ સોંગ થી ચાહકોને ખુશ કરે છે. આ સોંગ પણ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *