અનંત રાધિકાના લગ્નમાં વાછરડા પર પ્રેમ વરસાવતી જોવા મળી સિંગર “શ્રેયા ઘોષાલ” લગ્ન વિશે શેર કર્યા પોતાના અનુભવ જુઓ વાયરલ વિડિયો

અનંત અને રાધિકાના લગ્ન હવે પૂર્ણ થઈ ગયા છે પરંતુ સોશિયલ મીડિયામાં અને દેશ દુનિયામાં હજુ પણ લગ્ન વિશેની ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે આ લગ્ન માત્ર ભારત માટે નહીં પરંતુ દુનિયાના તમામ દેશ માટે પણ ખાસ વિશિષ્ટ અને યાદગાર બન્યા હતા. આ લગ્નમાં પંજાબી ગુજરાતી હિન્દી સિંગરો પણ હાજર રહ્યા હતા.

તેમાં શ્રેયા ઘોસલા એ પણ પોતાનું સંગીત પરફોર્મન્સ આપી તમામ લોકોને પોતાના સુરથી મંત્રમુગ્ધ કરી દીધા હતા તથા લગ્નનો વાતાવરણમાં પણ એક અલગ જ પ્રકારની ચમક ફેલાવી દીધી હતી આ કારણથી જ લગ્નનો માહોલ પણ મહેમાનો માટે વધારે વિશિષ્ટ અને ખાસ રહ્યો હતો. આ લગ્નમાં શ્રેયા ઘોષલાએ એક સુંદર વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે જેમાં તેમના ચાહકો તરફથી અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ મળી રહ્યા છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે મર્ચન્ટ પરિવારે ગાયોના દાન માટે કોઈ સોના ચાંદીની ગાય નહી પરંતુ અસલી ગાય અંબાણી પરિવારને દાનમાં આપી હતી. આ સાથે જ મર્ચન્ટ પરિવાર હિન્દુ પરંપરા અને રીતરિવાજ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યા હતા. આ વીડિયોમાં શ્રેયા ઘોસલા રિદ્ધિ અને સિદ્ધિ નામના બંને સુંદર વાછરડા પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. આ બંને વાછરડાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. આ સાથે જ રિદ્ધિ અને સિદ્ધિ નામના વાછરડાએ પોતાના શરીર પર લાલ જેકેટ પહેર્યા છે અને એસેસરીઝથી શણગારવામાં આવ્યા હતા. આ બંને વાછરડાઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જેને જોઈને કોઈનું પણ દિલ ખુશ થઈ જશે.

આ વિડીયો શેર કરતા શ્રેયા ઘોસલા એ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે આટલા દિવસમાં કોઈ પણ વસ્તુ સુંદર થઈ છે તો એ આ છે.રિદ્ધિ અને સિદ્ધિ બંને સુંદર વાછરડા છે આ બાબતે કહી શકાય કે શ્રેયા ઘોસાલા એ લગ્નમાં વાછરડા પ્રત્યે પોતાનો પ્રેમ લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને આ લગ્નમાં એમને આ વાત ખૂબ જ પસંદ આવી હતી અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો એ નિહાળીઓ છે જેમાં તમામ લોકોએ શ્રેયા ઘોસલાના આ સુંદર કાર્યના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *