રાધિકા કરતા પણ વધારે સુંદર લાગે છે તેની બહેન અંજલી મર્ચન્ટ બોલીવુડની અભિનેત્રીને આપે છે ટક્કર જુઓ વાયરલ ખાસ તસવીરો
અનંત અંબાણીના લગ્નની ચર્ચા આજે દુનિયામાં ચારે તરફ ચાલી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુકેશ અંબાણી ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે વિશ્વના તમામ દેશોમાં ખૂબ જ સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે. અનંત અંબાણીના ફંકશન નો ત્રણ જુલાઈથી શરૂ થઈ ગયા હતા જેમાં અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાના આઉટફીટ અને આકર્ષક લુક થી ઝગમગી ઊઠ્યા હતા.જેમાં નીતા અંબાણી, સલોકા અંબાણી, ઈશા આકાશ તમામ ફેશન સ્ટાઈલમાં આગળ રહ્યા હતા.
તેમાં પણ અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહી હતી પરંતુ થોડા સમય પહેલા મર્ચન્ટ પરિવારના ઘર આંગણે ગ્રહશાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધિકાની બહેન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી તેણે લોકોની વચ્ચે આકર્ષકતા નું કેન્દ્ર જમાવ્યું હતું. આ ગ્રહ શાંતિ પૂજામાં રાધિકા પરંપરાગત સાડીમાં જોવા મળી હતી પરંતુ તેની બહેન અંજલી મર્ચન્ટ પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ તમામ લોકો જોતા રહી ગયા હતા.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે રાધિકા પોતાના લુકથી દર વખતે લોકોને દીવાના બનાવે છે. પરંતુ આ ગ્રહશાંતિ પૂજામાં તેમની બહેન અંજલી મર્ચન્ટ એ પણ પોતાની ફેશન સ્ટાઈલ થી એક અલગ સુંદરતાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. અંજલી મર્ચન્ટ હંમેશા ફેશન સ્ટાઈલની દુનિયામાં તેની બહેનની જેમ જ આગળ રહે છે. હવે અંજલી મર્ચન્ટના લૂકની વાત કરીએ તો તેને ખાસ ગ્રહશાંતિ પૂજા માટે ગુજરાતી સ્ટાઇલની પટોળા સાડીની પસંદગી કરી હતી. એની બહેનની જેમ જ તે પણ પરંપરાગત ભારતીય પહેરવેશ ની શોભે તેવી સાડીમાં જોવા મળી હતી. આ લાલ સાડી ને અલગ અલગ ડિઝાઇન દ્વારા ભરત કામ કરવામાં આવ્યું છે.
આ સાડીની બોર્ડર પર ગોલ્ડન લાઈન દોરવામાં આવી હતી જેથી સાડી ખૂબ જ આકર્ષક અને ચમકી ઉઠી હતી. ગોલ્ડન વર્ક બ્લાઉઝ સાથે સાડીની સુંદરતા પણ આપોઆપ વધતી જોવા મળી હતી.અંજલી એ પોતાના ગળામાં સોનાનો હાર, કાનની બુટ્ટી અને માંગ ટીકા પહેર્યા હતા.આ જ્વેલરી સાથે સ્વર્ગ ની અપ્સરા કરતાં પણ વિશિષ્ટ સુંદર અંજલી મર્ચન્ટ લાગી રહી હતી. આ સાથે તેમણે મેકઅપમાં પણ કોઈ જાતની કમી રાખી ન હતી. ન્યૂડ આઈ શેડો, આય લાઈનર કાજલ, આઇબ્રો, રોજી ગાલ, અને આખરે તેણે લાલ લિસ્ટિક લગાવી હતી. અંજલી મર્ચન્ટ ની સુંદરતા તમામ લોકોને પ્રથમ વાર આટલી નજીકથી જોવા મળી હતી લોકોએ તેની સુંદરતાના મન ભરીને ખૂબ જ વખાણ કર્યા હતા.
રાધિકા અને અંજલી મર્ચન્ટ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે તથા બંને બહેનો મર્યાદા અને સંસ્કાર સાથે હંમેશા જોડાયેલી રહે છે આ કારણથી જ તસવીરોમાં પણ તેમની મર્યાદા અને પરંપરાગત સંસ્કારો જોવા મળ્યા હતા. અંજલી મર્ચન્ટ એ તેનું ભણતર મુંબઈની જ શાળામાં પૂર્ણ કર્યું છે. આ બાદ તેણે લંડન માં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હાલમાં તો અંજલી મર્ચન્ટ ની તસ્વીર સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહે છે અને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ દ્વારા વખાણ કરતા ચાહકો જોવા મળ્યા હતા.