પોતાના દેવર અનંતના લગ્ન માટે ભાભી શ્લોકા અંબાણીએ પહેર્યો કીમતી હીરાનો હાર જુઓ આકર્ષક તસવીરો આવી સામે
અનંત અને રાધિકાએ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા એ વાઈટ કલરના કોમ્બિનેશન સાથે લેંઘા ચોલી માં ફોટોશૂટ કરાવ્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તરફથી ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.આ લગ્ન માં અંબાણી પરિવાર સહિત દેશ-વિદેશના તમામ આમંત્રિત મહેમાનોએ વિશિષ્ટ હાજરી આપી આ લગ્ન ના કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ હાલ લગ્ન પ્રસંગના શુભ માહોલ વચ્ચે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણીનો આકર્ષક લુક સામે આવ્યો છે.જેમાં તે સ્વર્ગની રૂપસુંદરી કરતા પણ વિશિષ્ટ અને સુંદર લાગી રહી હતી.
આ તમામ તસવીરો શ્લોકા ની બહેન દિયા મહેતા દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે જેમાં લગ્ન માટેની થોડી ઝલક પણ જોવા મળી હતી આ બાદ તેણે તેની બહેન શ્લોકા ને આકર્ષક લુક આપ્યો હતો.શ્લોકા કસ્ટમ-મેડ અનામિકા ખન્ના લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. આ લુકમાં શ્લોકા સફેદ રંગની ચણિયાચોળીમાં ગુજરાતી અંદાજમાં જોવા મળી હતી. આ ચોલીમાં ગુજરાતી ભરતકામ કરવામાં આવ્યું છે.
લેંઘા ચોલીને ગુજરાતી ભરત કામથી શણગારેલા લાલ રંગના દુપટ્ટા સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. તેણે લાલ બિંદી માં બેઝ મેકઅપ સાથે તેના દેખાવને સંપૂર્ણતા આપી હતી. ખૂબ જ કિંમતી સ્ટેટમેન્ટ નેકલેસ ,માંગ ટીકા, હાથ ફૂલ અને કડસે સાથે શ્લોકા એ શાનદાર દેખાવ પ્રદર્શિત કર્યો હતો. આ બાદ ગુજરાતી સ્ટાઈલ થી વેણી ગજરાથી શણગારવામાં આવી હતી.જે શ્લોકાં ના સૌંદર્યમાં વધારો કરી રહી હતી.પરંતુ તે પહેલા ભવ્ય રાસ ગરબા અને સંગીત સંધ્યાનું અંબાણી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ અને શ્લોકાની બહેન દિયા જતીન મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર શ્લોકા અંબાણીની ખૂબ જ આકર્ષક અને સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંબાણીની પરિવારની મોટી વહુ પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર તમરા રાલ્ફ દ્વારા ડિઝાઈન કરેલા સિલ્વર આઉટ ફીટમાં ચમકી ઉઠી હતી.
આ લુક માટે જ્વેલરી નો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે તેમણે ગળામાં સિલ્વર હાર તથા કાનમાં ઇયરિંગ્સ પહેરી છે.આ બાદ સમગ્ર અંબાણી પરિવાર સાથે સ્લોકા અંબાણી શાહરુખ ખાનની ફેમસ મુવી ઓમ શાંતિ ઓમના ગીત પર નાચતી જોવા મળી હતી જેમાં તેના ડાન્સ સાથે આ લૂક પણ ધૂમ મચાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ આગળના થનારા તમામ ફંકશનમાં શ્લોકા અંબાણીએ પોતાના માટે અનેક આઉટ ફીટ તૈયાર કર્યા છે જેની તસવીરો પહેલેથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પરંતુ હાલમાં તો તેમના આકર્ષક અંદાજને જોતાની સાથે જ તમામ લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા.
આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા એક ગુજરાતી પરિવારમાંથી આવે છે ત્યારે તેણે અનંત અને રાધિકાની હલ્દી સેરેમની માં ગુજરાતી પરંપરા ની ચણિયાચોળીમાં આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આટલા મોટા અમીર પરિવારની વહુ હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ હજુ સુધી ભૂલી નથી આ કારણથી જ આજે સમગ્ર અંબાણી પરિવાર દેશ દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે હાલમાં તો સ્લોકા અંબાણીનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો હતો અને લાખો ની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી. તમામ લોકોએ ગુજરાતી પરંપરા નો પહેરવેશ જોઈએ મન ભરીને વખાણ કર્યા હતા તથા શ્લોક અંબાણીએ પોતાના અંદાજથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા તથા આમંત્રિત મહેમાનોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા.