પિતા એ ફૂટપાથ પર રહી ચા વેચી દીકરીને ભણાવી, દસ વર્ષ બાદ બની CA, પિતા અને દીકરી થયા ખૂબ જ ભાવુક જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકોએ ઘણીવાર સાંભળ્યું હશે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ વાક્ય સાંભળતાની સાથે જ કહી શકાય કે મહેનત કરનારને કોઈપણ સફળતા સુધી પહોંચવા માટે રોકી શકતું નથી. આ માટે જ સંઘર્ષથી જ દરેક સપનાઓને સાકાર કરી શકાય છે દર વખતે માત્ર પરિસ્થિતિને દોષ આપનારાઓ જીવનમાં ક્યારે સફળ થતાં નથી પરંતુ તે પરિસ્થિતિને પાર કરી દિવસ રાત તનતોડ મહેનત બાદ જ દરેક લોકોના જીવનમાં સફળતા પ્રવેશ કરતી હોય છે. હાલમાં જ દિલ્હીમાં ચા વેચનાર પિતાની દીકરી અમિતા પ્રજાપતિએ સીએની એક્ઝામમાં ખૂબ જ ભવ્ય સફળતા મેળવી હતી. પરંતુ પિતા અને દીકરીની સંઘર્ષ કહાની સાંભળી તમે પણ ભાવુક થઈ જશો.

થોડા સમય પહેલા જ સીએની એક્ઝામના પરિણામ બહાર આવ્યા હતા જેમાં દિલ્હીની અમિતા પ્રજાપતિએ આ પરીક્ષામાં દિવસ રાત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી હતી. પરંતુ આ સંઘર્ષ અને સફળતા માત્ર દીકરીની નહીં પરંતુ તેમના પિતાએ પણ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે. દીકરીના પિતાએ દિવસ રાત તનતોડ મહેનત કરી ચા વેચી દીકરીને ભણાવી હતી. પોતાના પિતાની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ દીકરીના કોઈપણ સપના અધૂરા ન રહી જાય તે માટે પિતાએ દીકરીની સફળતા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે અને આખરે 10 વર્ષની મહેનત બાદ દીકરીએ સફળતાની ભેટ પિતાને આપી હતી.

આ સફળતાના સમાચાર જ્યારે દીકરીએ પોતાના પિતાને આપ્યા ત્યારે બાપ દીકરી બંને ખૂબ જ ભાવુક થઈ એકબીજાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા આ આંસુ માત્ર સફળતાના નહીં પરંતુ દસ વર્ષના કરેલા સંઘર્ષના હતા જે સ્પષ્ટપણે આપ વીડિયોમાં જોઈ શકો છો. પિતા પણ આ સમાચાર સાંભળતા ની સાથે જ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને દીકરીને ગળે લગાડી ખૂબ જ રડતા જોવા મળ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ આ વિડીયો અમિતા પ્રજાપતિ એટલે કે સીએમ આ સફળ થનારી દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે અને તેનું કેપ્શન પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

આ વિડીયો શેર કરતા દીકરીએ ભાવુકતા ના શબ્દો વ્યક્ત કરતા પોતાના કેપ્શન માં લખ્યું હતું કે ‘લોકો કહેતા હતા કે તમે ચા વેચીને શીખવી શકતા નથી. પૈસા બચાવો અને ઘર બનાવો. જુવાન દીકરીઓ સાથે ફૂટપાથ પર ક્યાં સુધી રહીશ? એક દિવસ તે ચાલી જશે અને તમારી પાસે કશું જ બાકી રહેશે નહીં. હા, હું ઝૂંપડપટ્ટીમાં રહું છું પણ મને કોઈ શરમ નથી.‘હું આજે જે કંઈ પણ છું તે મારા પિતા અને માતાના કારણે છું. તેને હંમેશા મારામાં વિશ્વાસ હતો અને તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું તેમને છોડી દઈશ.બલ્કે તેમણે તેમની દીકરીને ભણાવવા પર ધ્યાન આપ્યું. ખરેખર આ દિવસ પિતા અને દીકરી પોતાના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારે તમામ લોકો તેમની વિરુદ્ધ હતા ત્યારે સતત અને સખત પિતા અને દીકરીએ પોતાના જીવનમાં સંઘર્ષ અને પાર કરી સફળતાના શિખર સુધી પહોંચ્યા હતા અને આજે તેમની આ જીત અને સફળતા સ્પષ્ટ પણે વીડિયોમાં જોવા મળી રહી છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ પિતા અને દીકરીના સંઘર્ષના ખૂબ જ વખાણ કર્યા હતા તથા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે દીકરીને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સંઘર્ષ કહાની દરેક લોકો માટે પ્રેરણા રૂપ સાબિત થશે. આજના સમયમાં જ્યારે લોકો ખૂબ જ નાની પરિસ્થિતિઓ થી હારી જઈ આગળ વધી શકતા નથી તેવા લોકો માટે આ પિતા અને દીકરીની સંઘર્ષ કહાની ખૂબ જ માર્ગદર્શનરૂપ સાબિત થશે હાલમાં તો આ કહાની સોશિયલ મીડિયામાં ચારેકોર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *