રાધિકાની માતાએ પોતાના જમાઈ અનંતનું નાક ખેંચી રસમ નિભાવી આસપાસના લોકો ખડખડાટ હસી પડ્યા જુઓ સુંદર વિડિયો
અનંત અંબાણીના બે પ્રી વેડિંગ ફંક્શન બાદ 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધાયા હતા પરંતુ આ પહેલા 3 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે તમામ ફંક્શન અને વિધિની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં મહેંદી રસમ સંગીત સંધ્યા રાસ ગરબા જેવા તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ આ લગ્નની તમામ વિધિ હિન્દુ રિવાજ અનુસાર અને ભારતીય સંસ્કૃતિ મુજબ કરવામાં આવી હતી.
આટલા મોટા અમીર પદ પર હોવા છતાં પણ પાણી પરિવાર પોતાના દરેક પારિવારિક સામાજિક અને ધાર્મિક પ્રસંગો સંપૂર્ણ રીતરિવાજ અનુસાર આયોજિત કરતા હોય છે ત્યારે અનંત અંબાણી ના લગ્નમાં પણ તમામ વિધિનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ લગ્નની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે જેમાં અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવારને જાણનારા લોકો અનંત અને રાધિકાને લગ્ન માટે શુભકામના શુભેચ્છા ના આશીર્વાદ પાઠવી રહ્યા છે તથા તેમના દરેક લગ્નના અંદાજો લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા જેમાં દુલ્હનની એન્ટ્રી વરમાળા સાથ ફેરા તથા સંગીત ની રંગબેરંગી સાંજ આ તમામ દ્રશ્યો આમંત્રિત મહેમાનો અને સમગ્ર દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
આ લગ્નમાં દુલ્હન રાધિકા ફૂલો દ્વારા શણગારેલી બોટમાં પાણીની વચ્ચે લગ્નમંડપ સુધી પહોંચી હતી ત્યારબાદ રાધિકાના પિતા વિરેન તેનો હાથ પકડી લગ્નમંડપમાં લાવ્યા હતા. આ તસવીરો માં બાપ દીકરી નો પ્રેમ સ્પષ્ટ પણે પ્રસ્તુત અને વ્યક્ત થાય છે.
લગ્ન મંડપમાં લાવતા રાધિકાના પિતા વિરેન મરચંટ ખૂબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા આબાદ તેમના પિતાએ રાધિકાનો હાથ અનંત ના હાથ માં સોંપ્યો હતો. આ વિધિ દરમિયાન અંબાણી પરિવાર પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો હતો કારણ કે તેમના ઘર આંગણે લક્ષ્મીરૂપી વહુનું સ્વાગત થવા જઈ રહ્યું હતું. આબાદ અંતે રાધિકાના ગળામાં વરમાળા પહેરાવી સાત ફેરા લઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. બંને લોકો સાથે પરિવારજનો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે આબાદ રાધિકાના સાસુએ અનંતનું નાક પકડી નાક ખીચાઇ ની રસમ નિભાવી હતી. આ વિધિમાં તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.