સોનાક્ષી સિંહાના લગ્ન બાદ બંને પરિવારજનો સાથે પહેલીવાર ડિનર પાર્ટીનું થયું આયોજન બોલિવૂડના સેલિબ્રિટી પણ રહ્યા હાજર, જુઓ ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહાને તેમના બોયફ્રેન્ડ જહીર ઈકબાલ છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ત્યારબાદ 23 જૂનના રોજ બંને લોકોએ મુંબઈમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ કપલે પોતાના લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આ સાથે બોલીવુડ હોલીવુડના અનેક સેલિબ્રિટીએ પણ લગ્નજીવન માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી.

લગ્ન બાદ હવે સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ ના પરિવારજનોએ એક સાથે ડિનર ની મજા માણી હતી. સોનાક્ષી સિંહાએ પોતાની પ્રથમ ડિનર ડેટ માટે ખૂબ જ આકર્ષક લુક પસંદ કર્યો હતો. અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાની પ્રથમ ડિનર ડેટ સાથેની તસવીરો શેર કરી હતી જે માં તે પરિવાર સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. પોતાના લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ 26 સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ એ મિત્રો અને પરિવારજન માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.

તસવીરોમાં જોઈ શકો છો કે નવી દુલ્હન સોનાક્ષી સિંહા લાલ કલરના આઉટ ફીટમાં જોવા મળી રહી છે. સોનાક્ષી સિંહા જહીર સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે તે આ તસ્વીર પરથી જોવા મળી રહ્યું છે. સોનાક્ષી સિંહા પોતાના લગ્નમાં લાલ કલરની સાડીમાં માથામાં સિંદૂર લગાવી ને જોવા મળી હતી. પરંતુ આ પાર્ટીમાં સિંદૂર કે ચાંદલો જોવા મળતો નથી. છતાં પણ સોનાક્ષી સિંહા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. પોતાના લુકને કમ્પલેટ કરવા માટે સોનાક્ષી સિંહા એ વાળમાં ઊંચો બમ્પ લગાવ્યો હતો.

અન્ય તસવીરમાં સોનાક્ષી સિંહા પોતાના પરિવાર અને મિત્રો સાથે સેલ્ફી લેતી જોવા મળે છે જ્યારે બીજી તસવીરોમાં જહીર નો સમગ્ર પરિવાર અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવતો જોવા મળે છે. આ ડિનર પાટી દરમિયાન સોનાક્ષી સિંહા નો પતિ જહીર વાઈટ શર્ટમાં જોવા મળ્યો હતો. બીજી ઘણી બધી તસવીરોમાં જહીર સોનાક્ષી સિંહા સાથે હાથ પકડી ચાલતો જોવા મળે છે તમામ લોકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. આ ડિનર પાર્ટીમાં અન્ય સેલિબ્રિટીઓ પણ જોવા મળ્યા હતા જેના લૂકની તસવીરો સામે આવી છે.
