શું સોનાક્ષી સિન્હાના લગ્નના એક મહિના બાદ માતા બનવા જઈ રહી છે? પ્રેગ્નન્સી ના સમાચાર આવ્યા સામે, સોશિયલ મીડિયામાં જુઓ ખાસ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી અને શત્રુઘન સિંહા ની પુત્રી સોનાક્ષી સિંહાના લગ્ન લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા તથા સોશિયલ મીડિયામાં પણ તેમની તસવીરો અને વિડિયો ખૂબ જ વાયરલ થયા હતા. આપને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને જહિર ઇકબાલ ના લગ્નને હજુ એક જ મહિનો થયો છે. આ કપલ 21 જુલાઈ 2024 ને રવિવારના રોજ હોટલમાં જમવા માટે ગયું હતું ત્યારે જ પેપરાજી એ તેમની તસવીરો કેમેરામાં કેદ કરી હતી. આ હોટલ ની મુલાકાત દરમિયાન તેમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે જેમાં સોનાક્ષી સિંહાના પ્રેગ્નન્સી ને લઇ અનેક સમાચાર સામે આવ્યા છે.

આ વાયરલ વીડિયોમાં સોનાક્ષી સિંહા તેમના પતિ જહીર ઈકબાલ નો હાથ પકડીને ચાલતી જોવા મળે છે. આબાદ ઝહીર ઈકબાલ સોનાક્ષી સિંહા માટે કારનો દરવાજો ખોલી આપે છે બંને લોકો એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા જોવા મળે છે. સોનાક્ષી સિંહા પણ લગ્ન બાદ પોલકા ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે સોનાક્ષી સિંહા પણ હવે માતા બનવા જઈ રહી છે અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે બેબી બંપ દેખાઈ રહ્યું છે. આ સાથે જ ઘણા લોકોએ બંને લોકોની જોડીને ફેવરિટ કપલ પણ કહ્યું હતું.

પરંતુ આ વીડિયોમાં શું સોનાક્ષી સિંહા હવે માતા બનવા જઈ રહી છે? આ પ્રશ્ન લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે હજુ તો લગ્નના એક જ મહિનો થયો છે પરંતુ આ વીડિયોમાં ઘણા વ્યક્તિઓએ કહ્યું હતું કે સોનાક્ષી સિંહા હવે પ્રેગનેટ છે પરંતુ હજુ સુધી તેની કોઈ સાચી સ્પષ્ટતા બહાર આવી નથી. એક વ્યક્તિએ લખ્યું હતું કે લેજેન્ડસ આ ડ્રેસને નોટ કરશે. આ સાથે આપને જણાવી દઈએ કે આ ડ્રેસ પણ લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો તથા સોશિયલ મીડિયામાં પણ ખૂબ ઝડપથી વાયરલ થયો હતો.

આ કારણથી જ સોનાક્ષી સિંહાને આ ડ્રેસમાં પોતાની સાથે જ તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી સોનાક્ષી સિંહા ના પ્રેગ્નન્સી ની વાતો કરતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ અનુષ્કા શર્માએ સોનાક્ષી સિંહા ની જેમ જ પોલકા ડ્રેસમાં પોતાના પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. અન્ય અભિનેતા અભિનેત્રી તથા સેલિબ્રિટી એ પણ આ ડ્રેસ પહેરીને જ પોતાની પ્રેગનેન્સીના સમાચાર સોશિયલ મીડિયામાં ચાહકો ને આપતા જોવા મળ્યા છે.

આ કારણથી જ હવે ફરીવાર નવા લગ્ન કપલ સોનાક્ષી સિંહા ને આ ડ્રેસમાં જોતા ની સાથે જ પ્રેગ્નન્સી હોવાનો અંદાજ લગાવ્યો હતો પરંતુ શું હવે જહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહા માતા પિતા બનશે તેને લઈને સૌથી મોટો પ્રશ્ન લોકોની વચ્ચે જોવા મળ્યો હતો. હાલમાં તો આ સમાચાર ચારે કોર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે તથા સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલના ચાહકોએ પણ માતા-પિતા બનવા અંગે પોતાનો ઉત્સાહ આતુરતા કોમેન્ટ ના માધ્યમથી દર્શાવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *