સોનાક્ષી સિંહાએ લગ્ન પહેલા હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીમાં ધૂમ મચાવી, ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું જુઓ વાયરલ તસવીરો
ઘણા લાંબા સમયથી સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલ ના લગ્નની ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે પરંતુ આ લગ્ન પહેલા ખૂબ જ ધામધૂમથી હલ્દી રસમ અને મહેંદી રસમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાનદાર અને ધમાકેદાર લગ્ન માટે સોનાક્ષી સિંહાના ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના પ્રી વેડિંગ ફંક્શન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

સોનાક્ષી સિન્હાના ચાહકો એ લગ્ન માટે બંને લોકોને શુભકામનાઓ પાઠવી હતી.સાથે તમામ તસ્વીરોમાં લાઈક અને કોમેન્ટ પણ જોવા મળી હતી. પરંતુ આ લગ્ન પહેલા હલ્દી રસમ અને મહેંદી રસમની ધૂમ મચી ગઈ હતી. આ તમામ તસવીરો જહીર ઈકબાલ ની બહેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ રસમ માં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

આ તસવીરો શેર કરતા લખ્યું હતું કે હું ખૂબ જ ઉત્સાહિત છું આખરે સોના અમારા ઘરે આવવા જઈ રહી છે. ઓફિસિયલી બેન્ડ સ્ટેન્ડ બિલ્ડીંગના a કલેનમાં આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે આ કેપ્શનમાં જહિર ઈકબાલનું સરનામું દર્શાવવામાં આવી રહ્યું છે. આ તમામ તસવીરોમાં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને લોકો પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. અન્ય તસવીરોમાં બોલીવુડના અભિનેતા અને સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘન સિંહા સાથે તેમના ભાઈ અને સગા સંબંધીઓ આ સેરેમની માં જોવા મળે છે.

આ બંને લોકો 23 જૂનના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા આ પાર્ટીની ધૂમ ચારે કોર મચી ગઈ હતી તમામ લોકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. ઝહીર ઈકબાલના તમામ પરિવારના સભ્યો પોતાની નવી વહુ સોનાક્ષી સિંહા નું સ્વાગત કરવા માટે તૈયાર છે અને ખૂબ જ ઉત્સાહ લગ્ન બાબતે દર્શાવ્યો હતો. હાલમાં તો હલદી સેરેમની અને હલ્દી સેરેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં ચાહકો તરફથી લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.
