સોનાક્ષી સિંહાની સાસુ સામે તો બોલિવૂડની અભિનેત્રી પણ પાછી પડે છે સુંદરતા તો એવી કે જુઓ વાયરલ તસવીરો
સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલે એકબીજા સાથે આખરે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી દીધી છે છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલ એ 23 જૂન ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નની સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં સોનાક્ષી સિંહા લાલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પરંતુ આ લગ્નના માહોલમાં સોનાક્ષી સિન્હાના સાસુ પણ બોલીવુડની અભિનેત્રી કરતા પણ વધારે સુંદર અને આકર્ષક લાગી રહ્યા હતા.

સોનાક્ષી સિંહા એ આ રિસેપ્શન માટે લાલ સાડી પસંદ કરી હતી તો તેમના સાસુએ સફેદ રંગનો કોટી સ્ટાઇલ ગાઉન પસંદ કર્યો હતો. આ ગાઉનમાં સુંદર ડિઝાઇન દોરવામાં આવી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.
આપને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાનો પતિ ઝહીર ઈકબાલ નો સમગ્ર પરિવાર જ્વેલરીના ધંધા સાથે સંકળાયેલો છે. લગ્ન અને રિસેપ્શનમાં જહીર ઈકબાલ ના માતા પિતા પણ હાજર રહ્યા હતા. આ સાથે બંને લોકોએ આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. તેમના પોઝ જોઈ હાજર લોકો પણ દંગ રહી ગયા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે ફોટોશૂટ વખતે જહીર ના પિતા ઉભા રહે છે અને ત્યારબાદ તેની પત્નીને હાથના ઈશારાથી નજીક બોલાવે છે. સોનાક્ષીના સાસુ દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તેમની સુંદરતા આગળ બોલીવુડની અભિનેત્રી પણ ફીકી પડે છે. સોનાક્ષી સિંહા ની સાસુએ ખુલ્લા વાળ સાથે પોતાના લૂક ને કમ્પલેટ કરવા માટે હાથમાં વીંટી અને ગળામાં સોનાનો હાર પહેર્યો છે આ સાથે તેનો મેકઅપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ બાદ તેના સાસુ સસરાની રેડ કાર્પેટમાં એન્ટ્રી જોતા ની સાથે જ તમામ ઉપસ્થિત લોકો દિવાના બની ગયા હતા. જહીર ઈકબાલ નો સમગ્ર પરિવાર સોનાક્ષી સિંહા ને પોતાની વહુ બનાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારા ઘરમાં સોનાક્ષી વહુ બનીને આવશે આ વાત થી અમે ખૂબ જ ખુશ છીએ. સોનાક્ષી સિન્હાના સાસરીયા પક્ષના તમામ લોકો અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે જહીર ઈકબાલ એક એક્ટર છે જ્યારે એમનો ભાઈ એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને તેમની બહેન એક સ્ટાઇલિશ ડિઝાઇનર છે.