સોનાક્ષી સિંહાના લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટી નો મેળાવડો જોવા મળ્યો સલમાન ખાને દબંગ સ્ટાઇલમાં જોરદાર એન્ટ્રી કરી જુઓ કોણ કોણ સેલિબ્રિટી રહ્યા હાજર
બોલીવુડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાના બોયફ્રેન્ડ જહીર ઈકબાલ સાથે 23 જૂન ના રોજ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્ન બાદ કપલ એ શાનદાર અને ધમાકેદાર ભવ્ય રિસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટીનો મેળવડો જોવા મળ્યો હતો.

આ રિસેપ્શનમાં જાણે બોલીવુડ હબ ઉભું થયું હોય તેવું લાગતું હતું.તેમાં સલમાન ખાન,કાજોલ રેખા, ચંકી પાંડે,સિદ્ધાર્થ રોય,અદિતિ રોય,સાયરા બાનુ જેવા બોલીવુડ સેલિબ્રિટી નો સમાવેશ થાય છે.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. પ્રથમ તસવીરોમાં નવા કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

અભિનેત્રી આ ખાસ પાર્ટી માટે લાલ કલરની સાડીની પસંદગી કરી હતી. આ સાથે તેણે માથામાં સિંદૂર અને જ્વેલરી પહેરી પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ સાથે દુલ્હા રાજા પણ સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા. બંને લોકો એક સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું. બંને લોકોએ એકબીજાના પરિવાર સાથે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી હતી. આ દરમિયાન સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘન સિન્હા અને તેમની માતા પણ હાજર રહ્યા હતા.

રિસેપ્શનમાં તમામ લોકોની નજર દુલ્હા દુલ્હન કરતા વધારે બોલીવુડના ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાન તરફ વધારે હતી કારણ કે આ રિસેપ્શનમાં સલમાનખાને દબંગ સ્ટાઇલમાં એન્ટ્રી મારી તમામ લોકોને દીવાના બનાવી દીધા હતા. આ રિસેપ્શનમાં સલમાનખાન બ્લેક શૂટમાં જોવા મળ્યા હતા. બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ પણ આ રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તમામ લોકોએ સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલને લગ્ન માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી.
