તારક મહેતાની સોનુએ પોતાના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોએ તો એવી કોમેન્ટ કરી કે…જુઓ ખાસ ફોટોશૂટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલી ઝિલ મહેતા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પર જોવા મળી નથી. શોબિઝથી દૂર ઝિલ મહેતા ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. થોડા મહિના પહેલા જ ઝીલે તેના રોકા સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેના પર ચાહકોએ તેને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હવે ઝિલ મહેતાએ લગ્ન પહેલા ઘૂંટણિયે બેસીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

ઝિલ મહેતા એ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથેના રોમેન્ટિક તસવીરો શેર કરી છે. તસવીરોમાં ઝિલ મહેતા ઘૂંટણિયે બેસી તેના બોયફ્રેન્ડને રિંગ સાથે પ્રપોઝ કરતી જોવા મળે છે. બીચ પરથી ઝિલ અને તેના બોયફ્રેન્ડ આદિત્યના લેટેસ્ટ રોમેન્ટિક ફોટા વાયરલ થઈ રહ્યા છે. ઝીલે ડ્રીમી ફોટોશૂટની સાથે કેપ્શન પણ લખ્યું છે. જ્યાં ઝીલે લખ્યું- ‘જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે હું પતંગિયા બની જાઉં છું. એકમાત્ર સત્ય એ છે કે બધું તમારી પાસે વારંવાર આવે છે. કેપ્શનમાં પાંચમા ફોટોનું વર્ણન કરતાં ઝિલએ લખ્યું, અને આ થઈ ગયું. મારા સપના સાકાર કરવા બદલ આભાર.

પ્રી-વેડિંગ ફોટોશૂટમાં ઝિલ મહેતા સફેદ રંગના મિડી ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ઝિલ સાથે તેના બોયફ્રેન્ડ આદિત્યએ પણ સફેદ શર્ટ અને બ્રાઉન પેન્ટ પહેર્યું છે. તમને જણાવી દઈએ કે, ઝિલ મહેતાએ સૌપ્રથમ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવી હતી. ઘણા વર્ષો સુધી સોનુનું પાત્ર ભજવ્યા બાદ તેણે અભ્યાસને કારણે શો છોડી દીધો હતો. હવે ઝિલ મહેતા એક્ટિંગ છોડીને પોતાના બિઝનેસ પર ધ્યાન આપી રહી છે.

હાલમાં તારક મહેતાની સોનુ અભિનેત્રી નહીં પરંતુ બિઝનેસમેન બની ચૂકી છે અને તેઓ હવે ટૂંક જ સમયમાં પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે આ પહેલા પણ અનેક ફંક્શન અને કાર્યક્રમમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સોનું જોવા મળી હતી જોકે સોનુ એ સીરીયલ છોડી દીધા બાદ ઘણા ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ આજે પણ સોનુ દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે તેમનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

હાલમાં સોનુ એ પોતાના એંગેજમેન્ટ બાદ બોયફ્રેન્ડ સાથે તસવીરો શેર કરી છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો તે શેનું એ પોતાના બોયફ્રેન્ડ સાથે મીરર સેલ્ફી લીધી હતી જેમાં બંને લોકોની સ્માઈલ ખૂબ જ સુંદર રીતે દેખાઈ આવે છે. સોનુ અને તેનો બોયફ્રેન્ડ પાર્ટી વેરમાં સજ્જ જોવા મળી રહ્યા હતા. આ બાદ બંને લોકોએ કપલ ફોટો શૂટ કરાવ્યું હતું. ત્યારબાદ અન્ય તસવીરોમાં કપલ ડાન્સ નો વિડીયો પણ શૂટ કરતા જોવા મળે છે.

આ તમામ તસવીરો અને વીડિયોને અત્યાર સુધી બે લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં સોનુના ચાહકોએ ખૂબ જ વખાણ કર્યા હતા ત્યારબાદ ઘણા લોકોએ કહ્યું હતું કે હવે તમે સીરીયલમાં પાછા આવો અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ તો અન્ય વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે હવે ટપ્પુનું શું થશે? અમને તો એ ચિંતા થાય છે તો એક ચાહકે લખ્યું હતું કે તમે બંને ખરેખર ખૂબ જ સુંદર લાગો છો કોઈની નજર ના લાગે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *