કિંજલ દવેએ આપેલી સરપ્રાઈઝ માં કાર જોતાની સાથે જ પિતા લલિત દવે દીકરીને ભેટી રડી પડ્યા જુઓ ભાવુક દ્રશ્યો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે 16 જુન 2024 ના રોજ સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડે ની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં પિતા પ્રત્યે પોતાના સંતાનોનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ ખાસ દિવસે ગુજરાતી સિંગર કિંજલ દવે પોતાના પિતાને મોંઘી લક્ઝરીયસ fortuner કાર સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.

આ તસવીરો કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી ફાધર્સ ડે પર આવી સરપ્રાઈઝ ગિફ્ટ જોતાની સાથે જ કિંજલ દવેના તમામ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા અને તેમની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. ખરેખર ફાધર્સ ડે પર આ કરતા વિશેષ ઉજવણી કોઈ હોતી નથી જ્યારે પોતાના સંતાન પિતાને આવી ભેટ અર્પણ કરે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવેના ઘરની બહાર એક નવી fortuner કાર ઉભી છે પરંતુ કિંજલ દવે ના પિતાને ખબર નથી કે ખરેખર આકાર તેમના માટે છે આ બાદ કિંજલ દવે બહાર આવી તેના પિતાને નવી fortuner કારની ચાવી પોતાના હાથમાં આપે છે. કિંજલ દવે ના પિતા આ ચાવી જોતાની સાથે જ ખૂબ જ નવાઈ પામે છે અને દીકરીને ખૂબ જ પ્રેમથી ભેટી પડે છે. ક્ષણ દરમિયાન બંનેની આંખમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા અને ભાવુકતાના દ્રશ્ય ઊભા થયા હતા.

કિંજલ દવેની દરેક સફળતા પાછળ તેમના પિતાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે આ કારણથી જ કિંજલ દવે આજે માત્ર ગુજરાત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ડંકો વગાડી રહી છે.લોકો એ કોમેન્ટમાં કહ્યું હતું કે આ પિતા દીકરીની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે તેમને કોઈની નજર ના લાગે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે ખરેખર કિંજલ દવે ના પિતા ખૂબ જ નસીબદાર છે કે તેમને જીવનમાં આવી દીકરી ભગવાને આપી છે.

કિંજલ દવેના એક ચાહકે લખ્યું હતું કે લલિત દવે ના ઘરે લક્ષ્મીરૂપી દીકરીએ અવતાર લીધો છે કિંજલ દવે પણ પોતાના પિતાના દરેક સપના સાકાર કરવા માટે હંમેશા તત્પર રહે છે. કિંજલ દવેના ઘરે ફાધર્સ ડે પર વિશિષ્ટ ઉજવણી જોવા મળી હતી.
