અનંત રાધિકાના લગ્ન માટે વિદેશથી પધાર્યા આ ખાસ મહેમાન હોટલ સ્ટાફે આરતી ઉતારી અને પુષ્પવર્ષા થી કર્યું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટે અંબાણી પરિવાર તરફથી દેશ-વિદેશના મહેમાનો,બિઝનેસમેન,બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી, સ્પોર્ટ સુપર સ્ટાર સિંગર ને આમંત્રણ આપવામાં આવ્યું છે અને 12 જુલાઈ 2024 ના રોજ અનંત રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા જ મુંબઈ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં મહેમાનોની એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ માહોલ વચ્ચે સેલિબ્રિટી કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિય અંબાણી પરિવારના લગ્ન પ્રસંગ માટે પ્રથમ વખત ભારત પધાર્યા હતા.

આ બંને સેલિબ્રિટી ગઈકાલે એટલે કે 11 જુલાઈ 2024 ના રોજ મુંબઈ ખાતે ખૂબ જ મોડી રાત્રે પહોંચ્યા હતા. આજે બાર જુલાઈ 2024 ના રોજ આ બંને સેલિબ્રિટી લગ્નમાં ઉપસ્થિત રહેશે. એમના આગમનના દ્રશ્યો એરપોર્ટ પર કેદ કરવામાં આવ્યા હતા. વાયરલ દ્રશ્યોમાં બંને સેલિબ્રિટી પોતાના નોકર સાથે જોવા મળી રહી છે ત્યારબાદ કારનો દરવાજો ખોલતા પહેલા કેમેરામેન સામે આકર્ષક અંદાજ સાથે પોઝ આપ્યા હતા.

કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિય એ પ્રથમ વાર ભારતની મુલાકાત લીધી હતી.તેથી તેમના સ્વાગત ને યાદગાર બનાવવા માટે દક્ષિણ મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટેલમાં તેમનું પરંપરાગત ભારતીય શૈલીમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું. વાયરલ વીડિયોમાં હોટેલ સ્ટાફ એ સેલિબ્રિટીઓને ગુલાબની પાંખડીઓ વડે શુભેચ્છા પાઠવે છે અને ત્યારબાદ બને લોકો ની આરતી ઉતારે છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના કપાળ પર ચાંદલો કરે છે. અને ત્યારબાદ બંને લોકો પર પુષ્પ વર્ષા કરી તેમનું ભવ્ય અને શાનદાર રીતે સ્વાગત કરે છે.

ભારતીય સંસ્કૃતિ અને તેમના સંસ્કારોમાં અતિથિઓને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આજ કારણથી વિદેશથી આવેલા મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ અને તેમની પરંપરા મુજબ આરતી ઉતારી માથામાંથી તિલક લગાવી પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.બંને સેલિબ્રિટીએ આ પરંપરા અને ભારતીય સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા.
એરપોર્ટ લુક માટે કિમે હોલ્ટર-નેક ડ્રેસ અને ડાર્ક સનગ્લાસ પસંદ કર્યા હતા.જ્યારે ખ્લોએ સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યા હતા. બંને લોકોના સ્વાગત બાદ એક નસીબદાર સ્ટાફના વ્યક્તિને ફોટોગ્રાફી કરાવવાનો મોકો મળ્યો હતો તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે કિમ અને ખ્લો નો દુનિયાની હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓમાં સમાવેશ થાય છે.