ખજૂર ભાઈએ બનાવેલ હનુમાનજી મંદિરમાં ધોળા દિવસે ખુલ્લેઆમ ચોરી કરવાનો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થયા દ્રશ્યો જુઓ વાયરલ વિડિયો
આ ઘોર કળિયુગમાં આજનો માનવી પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ જતો હોય છે. ઘણીવાર વ્યક્તિ ઘર બેંકમાં તો ઠીક પરંતુ ભગવાનના મંદિરમાં પણ ચોરી કરતા જરાય પણ વિચાર કરતો નથી આજના મતલબી વ્યક્તિને ભગવાનનો ડર જરા પણ ન હોય તેવું લાગી રહ્યું છે. આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સાચી થતી જોવા મળે છે. આ વીડિયોમાં બે ચોર મંદિરમાં ચોરી કરતા જોવા મળે છે. પરંતુ આ ચોરી કયા મંદિરમાં થઈ છે અને શા માટે આ ચોરીની ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આદસંગ ગામ આવેલું છે જેમાં ચમત્કારિક હનુમાનજી ભગવાનનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં થોડા સમય પહેલા ધોળા દિવસે બે ચોરો એ મંદિરમાં કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની નજર અચાનક સીસીટીવી કેમેરા પાસે જતા ની સાથે જ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
આ પહેલા માત્ર નાનકડું એવું મંદિર જ હતું અને તેમાં ભગવાન હનુમાનજી ની પૂજા ગામ ના લોકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ ગુજરાતના લોક સેવક ખજૂરભાઈ દ્વારા આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધ્ધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ર૦૭૯ જેઠ સુદ ૭ ને શનિવાર તા. ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું. ખજૂર ભાઈએ આ ગામમાં જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવ્યા બાદ હનુમાનજી માટે ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેની આસપાસ વૃક્ષારોપણ કરી મંદિરની સુંદરતામાં વધારો કર્યો હતો.
પરંતુ આ સેવા કાર્ય સામે બે ચોરોએ ખુલ્લેઆમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાને કારણે આ ઘટના લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને ચોરને શોધવાના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ મંદિરમાં એક તકતી પણ લગાવવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું હતું કે આ મંદિરનો જણોધ્ધાર નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ અને લાલાભાઇ તરફથી કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ હનુમાનજી ભગવાન પ્રત્યે ખજૂર ભાઈને અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રહેલી છે જેમાં હનુમાનજી મહારાજની કૃપા અને આશીર્વાદથી ખજૂર ભાઈના દરેક કાર્ય ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થાય છે.
આ કારણથી જ તેઓ અવારનવાર હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવા માટે આ ગામમાં વિશિષ્ટ રીતે હાજરી આપે છે સાથે મંદિરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં સુંદર મજાનો સંદેશ લખવામાં આવ્યો છે. એમાં ખજૂર ભાઈએ પોતાનો વિચાર રજૂ કરતા લખ્યું હતું કે અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એકપણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દિન દુઃખિયા ગરીબ વર્ગને મદદ કરો. દાદા તમારી મનોકામનાઓ પૂરી કરશે. ખજૂર ભાઈ પણ હંમેશા કહે છે કે તમારે ભગવાનને પ્રસન્ન કરવા માટે કઈ કરવાની જરૂર નથી પરંતુ તમારી આસપાસ રહેલા ગરીબ લોકોની મદદ કરશો તો ભગવાન આપોઆપ જરૂરથી રાજી થશે.
ખજૂર ભાઈ હમેશા નિસ્વાર્થ ભાવે પોતાનું સમગ્ર જીવન ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા માટે સમર્પિત કરી દીધું છે આ કારણથી જ તેને કલયુગના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ખજૂર ભાઈ જોકે પોતાના અમેરિકાના પ્રવાસની મજા માણી રહ્યા છે ત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતવાસીઓએ પણ ખજૂર ભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ કારણથી કહી શકાય કે ખજૂર ભાઈના સેવા કાર્યને કારણે આજે સમગ્ર વિશ્વમાં તેમણે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. પરંતુ હાલમાં તો ખજૂર ભાઈ દ્વારા બનાવવામાં આવેલ આ મંદિરમાં ચોરીની ઘટના અંગે તમામ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને ખજૂર ભાઈને પણ જાણ કરવામાં આવી હતી.