ઓલમ્પિક 2024ની સામે આવી અજબ ગજબ તસવીરો, જોતા તમે હેરાન રહી જશો
પેરિસ ઓલમ્પિક 2024 માંથી અલગ અલગ દેશના તમામ ખેલાડીઓ રમતમાં ઇતિહાસ રચી રહ્યા છે જેના અનેક સમાચાર દરરોજ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે તમામ દેશના લોકો ભરપૂર સપોર્ટ પણ આપી રહ્યા છે આ કારણથી કહી શકાય કે દિવસેને દિવસે ઓલમ્પિક પ્રત્યે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા માંથી ઓલમ્પિક 2024 ની અજબ ગજબ તસવીરો વાયરલ થઈ રહી છે જેને જોઈ તમે પણ હેરાન રહી જશો. આ તસવીરો તમે આજ સુધી નહીં જોયો હોય જે તમને ઓલમ્પિક 2024 માં જોવા મળશે.
આપને જણાવી દઈએ આ તસ્વીર કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ મહેનત કરી કેમેરામાં કેદ કરવામાં આવી છે. આ તમામ ફોટો પ્રખ્યાત ફોટોગ્રાફર જેરોમ બ્રોયટે લીધા છે. આ તસવીરોની વાત કરીએ તો તે પુરુષોના સર્ફિંગ રાઉન્ડ 2 દરમિયાન બ્રાઝિલ ના ખેલાડી ગ્રેબિયલ મદીનાની છે.
આ ફોટોગ્રાફર એ પોતાની કળા અને આવડતનો ઉપયોગ કરી ખેલાડી ને હવામાં સર્ફિંગ કરતાં પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચારે કોર લોકોની વચ્ચે ધૂમ મચાવી રહી છે. આ ફોટોગ્રાફર એ તસવીરો પાછળનું રહસ્ય પણ જણાવ્યું હતું.
આ તમામ તસવીરો કેમેરામાં કેદ કરતા તેમના અનુભવ વિશે ફોટોગ્રાફર એ જણાવ્યું હતું કે આ ફોટો ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે મદીના તેના જમણા હાથથી બોર્ડને હવામાં પકડીને આકાશ તરફ ઈશારો કરી રહ્યો હતો. હું પોતે આ તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. મને પણ હજુ સુધી વિશ્વાસ નથી થતો મોજાઓ ખૂબ જ ઊંચા હતા. આ કારણથી મને ખૂબ જ આવા સંજોગોમાં ફોટા પાડવા મુશ્કેલ છે. પરંતુ મેં આ કંડીશનનો ફાયદો ઉઠાવીને ચાર તસવીરો ખેંચી હતી. જેમાંથી આ શાનદાર શૉટ હતો. ખરેખર આ અદભુત ફોટોગ્રાફી ફોટોગ્રાફરના જીવનની સર્વશ્રેષ્ઠ રહી હશે કારણ કે આવી અદભુત ફોટોગ્રાફી પોતાના કેમેરામાં કેદ કરવી દરેક લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે પરંતુ તેમને આ કરી બતાવ્યું હતું.
આ અજબ ગજબ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ થોડાક સમયમાં આ તસવીરોને 80 લાખ કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી હતી. તમામ લોકોએ આ તસવીરો જોતાની સાથે જ ખૂબ જ વખાણ કર્યા હતા તથા ફોટોગ્રાફરની કળા આવડત ને પણ બિરદાવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ લોકોએ 2024 ની સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફી તરીકે આ તસવીરોને સ્થાન આપ્યું હતું ઘણા લોકોએ કહ્યું હતું કે અદભુત તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ઓલમ્પિક 2024 નો આ સર્વશ્રેષ્ઠ ભાગ છે જેને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.