|

હે ભગવાન!! કુવૈતની મોટી ઇમારત માં અચાનક આગ લાગતાં 41 લોકો બળીને ખાખ-40 ભારતીય આ ઘટનામાં બન્યા ભોગ જુઓ વાયરલ દ્રશ્યો

વિદેશમાંથી હાલમાં અને આગની ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં કુવૈત ના મંગાફ માં થોડા સમય પહેલા એક મોટી બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 41 લોકોના મોત થયા છે. ને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 40 જેટલા ભારતીય નો પણ સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ 30થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે કે આ ઇમારત કામદારો માટે બનાવવામાં આવી હતી. જેમાં ટોટલ 160 જેટલા કામદારો રહેતા હતા પરંતુ અચાનક આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે સાથે સાથે ઘાયલ થવાની પણ ઘટના સામે આવી છે તમામ ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોના કહેવા અનુસાર આ ઘટના સવારે છ વાગ્યે બની હતી.

કુવેતમાં રહેતા ભારતીય લોકો દ્વારા ભારતીય કામદારો સાથે આગની ઘટના માટે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.આ સાથે સાથે તમામ લોકો ને જોડાવા માટે વિનંતી કરી છે.જેથી તમામ લોકોને આ ઘટનામાં વધારે મદદ મળી શકે. કુવેતમાં ભારતના રાજદૂત આદર્શ એ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ભારતીય ની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે અનેક દર્દીઓની ખબર પૂછી હતી અને આગળના સમયમાં તેઓને મદદ કરશે તેવી ખાતરી પણ આપી હતી.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું હતું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ ઘટનામાં 40 થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને 50થી વધુ લોકો હાલમાં હોસ્પિટલ હેઠળ સારવાર લઇ રહ્યા છે.અમારા રાજદૂતો પણ હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ લેવા માટે ગયા હતા.

જે આ તેમને દર્દીઓની મદદ કરવા માટેની પણ ખાતરી આપી છે અને અમે પણ તમારી સાથે હંમેશા છીએ.હું ખૂબ જ દુઃખદ રીતે જીવ ગુમાવનારા પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરું છું. સાથે તમામ ઘાયલ કામદારોના તારા સ્વાસ્થ્ય માટેની પણ પ્રાર્થના કરું છું આમ કહી જયશંકરે પોતાની લાગણી આ ઘટના અંગે વ્યક્ત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *