સુનીલ શેટ્ટી હવે બનશે ગુજરાતના મહેમાન, બાળકને નજીક બોલાવી કહ્યું કે આવી જા ફોટો પડાવવા વાયરલ વિડિયો જોઈ તમને મોજ પડી જશે
સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અનેક ઇતિહાસો અને વારસો સંસ્કૃતિ અને સંસ્કારો સાચવીને બેઠું છે. દેશ વિદેશના લોકો ગુજરાતના મહેમાન બને છે અને તેઓ આ રાજ્યમાં આવતાની સાથે જ ગુજરાતના રંગમાં રંગાઈ જતા હોય છે આજ ગુજરાતવાસીઓની ખાસ વાત છે કે તેઓ દરેક મહેમાનોનું સ્વાગત પોતાના અલગ અંદાજમાં કરી દરેક લોકોને ગુજરાતનો રંગ બતાવી દેતા હોય છે.

તમામ ગુજરાતીઓને ગર્વ અપાવે તેવો બોલીવુડના સુપરસ્ટાર સુનીલ શેટ્ટી નો વિડીયો વાયરલ થયો છે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે સુનીલ શેટ્ટી પોતાના ચાહકો સાથે ફોટોશૂટ અને સેલ્ફી લઇ રહ્યા છે. જોકે સુનીલ શેટ્ટી હમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે આજ કારણથી તેઓ લાખો ચાહકોમાં એક અલગ નામના ઉભી કરી છે.

આ ફોટોશૂટ વખતે એક મહિલા સુનિલ શેટ્ટી સાથે ફોટો પડાવવા આવે છે ત્યારે તે તેના બાળકને બોલાવે છે પરંતુ સુનીલ શેટ્ટી બાળકને કહે છે કે આવી જા આવી જા ફોટો પડાવવા આવું તે ગુજરાતીમાં બોલે છે ગુજરાતી સાંભળતાની સાથે જ તમામ ગુજરાતી ચાહકો નવાઈ પામ્યા હતા. આ વીડિયોમાં લોકોએ ખૂબ લાઈક કરી કોમેન્ટ પણ કરી હતી. ઘણા લોકોએ કહ્યું હતું કે સુનીલ શેટ્ટી હવે ગુજરાતી બની ગયા છે તો એક ચાહક લખી રહ્યો છે કે આવો ક્યારેક ગુજરાતમાં તમને થેપલા ખવડાવું.

આ પોસ્ટ અને વીડિયોમાં ગુજરાતવાસીઓનો પ્રેમ મન ભરીને જોવા મળ્યો હતો જો કે સુનીલ શેટ્ટી ગુજરાત અને ગુજરાતવાસીઓને ખૂબ પ્રેમ કરે છે. સુનીલ શેટ્ટી ના મન અને હૃદય સાથે ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે બોલતા ની સાથે જ તમને લાગશે કે ખરેખર સુનીલ શેટ્ટી ખૂબ સુંદર રીતે ગુજરાતી ભાષા બોલી રહ્યા છે હાલમાં તો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.