અંબાણી પરિવારના ફંકશનમાં જોવા મળી સાઉથ ફિલ્મના અભિનેતા મહેશ બાબુની દીકરી “સિતારા” રણવીર સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પ્રિયંકા ચોપરા સાથે લીધી ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખૂબ જ ધામધૂમથી 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના પરિવારજનોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટી થી માંડી તમામ સુપરસ્ટાર અને દેશ દુનિયાના આમંત્રિત મહિમાનો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ મહાનુભાવો આ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહી પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો.

આબાદ 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પછી 14 જુલાઈ 2024 અને રવિવારનો દિવસ તમામ લગ્નમાં આવેલા મહેમાનો માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો કારણ કે આ દિવસે રીસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ રિસેપ્શન પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓએ ફરીવાર ખૂબ જ ધૂમ મચાવી હતી અને તેની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા અનંત અને રાધિકાને નવા લગ્નજીવન માટે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પણ લોકો તરફથી પાઠવવામાં આવ્યા હતા. આજે સમગ્ર દેશ દુનિયાની નજર અંબાણી પરિવારના લગ્ન પર રહી હતી. આ રિસેપ્શન પાર્ટીના માહોલ વચ્ચે ખૂબ જ ખૂબસૂરત અને આકર્ષક તસ્વી સામે આવી છે જેમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહેશ બાબુ તરીકે જાણીતા અભિનેતાની પુત્રી સીતારા અનંત અંબાણીની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળી હતી.

મહેશ બાબુ ની જેમ જ તેમની પુત્રી પણ હંમેશા સંસ્કાર સંસ્કૃતિને સભ્યતા સાથે જોડાયેલી રહે છે આજ કારણથી સમગ્ર દેશ દુનિયામાં તેમના પિતાની સાથે તેમની દીકરીએ પણ ખૂબ જ નામ રોશન કર્યું છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે સૌપ્રથમ સિદ્ધાર્થ મલ્હોત્રાને કીયારા અડવાની સાથે તેમને ફોટોગ્રાફી કરાવી હતી. આ બાદ વિદેશના જીજાજી તરીકે ઓળખાતા નિક જોન્સ અને પ્રિયંકા ચોપરા સાથે પણ પોતાની ખૂબસૂરત તસવીર કેમેરામાં કેદ કરી હતી. આ સાથે તસવીરો એશ્વર્યા બચ્ચન અને રણવીર સિંહ પણ જોવા મળી રહ્યા છે.

આ સાથે મહેશ બાબુ ની દીકરીએ અંબાણી પરિવારના દરેક લગ્નના પ્રસંગોમાં હાજરી આપી ખાસ ઉપસ્થિત રહી હતી માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પિતા મહેશ બાબુ પણ પોતાના સમગ્ર પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજર રહ્યા હતા. મહેશ બાબુની દીકરીની ખૂબસૂરતી સામે આજે બોલિવૂડની અભિનેત્રી પણ ફીકી પડે છે તેમની સુંદરતા અને ફેશન સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી હંમેશા તે લોકોને વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે તથા પોતાના પિતાના માર્ગદર્શન અને પ્રેરણા ઉપર હંમેશા ચાલી જીવનમાં સતત આગળ વધતી જોવા મળે છે.
