આ દિવસોમાં ગુજરાતના શહેરોમાં આવી શકે છે મેઘરાજાનું તાંડવ તારીખ અત્યારે જ નોંધી લેજો વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી
હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ ધમાકેદાર રીતે પોતાનું સ્વરૂપ બતાવી રહ્યો છે. આ સમય વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જો કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે રહ્યું હતું તેવા સમયમાં તમામ લોકો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને મેઘરાજાએ પણ કોઈપણ ગુજરાતવાસીઓને નિરાશ થવા દીધા ન હતા. સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદથી દરેક લોકોએ ગરમી માંથી રાહતનો શ્વાસ લીધો હતો.
આગામી સમયમાં ત્રણ થી પાંચ જુલાઈ વચ્ચે ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં વરસાદે ગુજરાતના અનેક શહેરોમાં ધીમીધારે એન્ટ્રી કરી હતી પરંતુ હવે જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સર્ક્યુલેશનમાં બદલાવ આવવાને કારણે ભારે વરસાદની અનેક આગાહીઓ સામે આવી રહી છે.
પાંચ થી 12 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેને કારણે વાવાઝોડાના દ્રશ્યો સર્જવાની શક્યતા છે તેથી દરિયાકાંઠાના વિસ્તારોને પણ અલેટ કરી દેવામાં આવ્યું છે જેથી કરી કોઈપણ જાતની અવ્યવસ્થાના સર્જાય. આગળના સમયમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધી શકે છે આ કારણથી જ કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર તરફથી અનેક વ્યવસ્થા રૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે જેથી જનજીવન ને પૂરતી સલામતી મળી શકે. વરસાદને કારણે અનેક શહેરોમાં વીજળી ગુમ થવાની પણ આ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને કારણે દરેક લોકો વીજળીના પૂરતા સાધનો પોતાની સાથે રાખે તેવું સૂચન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું.
વરસાદનું જોર વધારે હોવાને કારણે ભારે પવન સાથે વીજળી પડી શકે છે જેથી કરી કોઈપણ વ્યક્તિએ ખુલ્લી જગ્યામાં કે વૃક્ષો નીચે જવાનું ટાળવું જોઈએ તેથી કોઈ પણ જાતની ઘટનાનું સર્જન ન થઈ શકે. પરંતુ બીજી બાજુ મેઘરાજાના આગમનથી ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ મેઘરાજા ચારેકોર મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ અમુક ગામડાને શહેરોમાં વરસાદનું પાણી વધારે ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેથી અનેક રોડ રસ્તા બંધ થઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી.
પરંતુ હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે પરંતુ મેઘરાજાએ આ શરૂઆત સાથે જ પોતે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. છેલ્લા દિવસોમાં ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આ તમામ શહેરોમાં ધીમીધારે વરસાદ તો અમુક શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો અમુક જગ્યાએ ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ હતી તેથી વૃક્ષો પડવાની ઘટનાને ઘરના છાપરા ઉડી જવાના સમાચાર પણ સામે આવ્યા હતા. હાલમાં તો હવામાન વિભાગ તરફથી પાંચથી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના નાના-મોટા શહેરો અને ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેને કારણે તમામ લોકોને અત્યારથી જ સતર્ક કરી દેવામાં આવ્યા છે.