તારક મહેતાના ટપ્પુએ ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરની લીધી મુલાકાત, જુઓ વાયરલ તસવીરો
લોકપ્રિય ટીવી સીરીયલ taarak mehta ka ooltah chashmah આટલા વર્ષો બાદ પણ દરેક પરિવારોને મનોરંજન કરાવતો રહ્યો છે આ કારણથી જ આ સીરીયલ દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે સાથે સાથે અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. સીરીયલ ના દરેક પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણથી જ આ સીરીયલ ને ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રેમ સાથ અને સહકાર આપે છે પરંતુ આ સિરિયલમાં ઘણા ખરા પાત્રો શોથી દૂર થઈ ચૂક્યા છે પરંતુ નવા પાત્રોએ સિરિયલમાં ધૂમ મચાવી દીધી છે.

આજે આપણે ટપ્પુના પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જો કે જુના ટપુએ શો છોડી દીધા બાદ નવા ટપુએ સિરિયલમાં ફરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. નવા ટપુનું રીયલ નામ રાજ અનડકટ છે. તે સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો વચ્ચે હંમેશા જોડાયેલો રહે છે. થોડા સમય પહેલા રાજે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાજ દ્વારકાની પાવનભૂમિમાં સંપૂર્ણ ભક્તિભાવમાં જોવા મળી રહ્યો છે.

આટલી મોટી સિરિયલમાં અભિનેતા હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ત્યારે ભૂલ્યો નથી આ કારણથી જ તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે તે અવારનવાર અનેક તીર્થ સ્થાનોની મુલાકાત લેતો જોવા મળે છે. તેણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ગોમતીઘાટની મુલાકાત લીધી હતી અને ત્યાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોશોટ કરાવ્યું હતું. આ બાદ તેને ભગવાન કૃષ્ણની પ્રિય ગાય માતાના માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે સાથે તેણે ગાય માતાને ભોજન પણ કરાવ્યું હતું.

રાજ દ્વારકાની પાવન ભૂમિમાં મોરપીંછ વાળા કેસરી ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે આ તસવીરો માટે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.આ તસવીર ને અત્યાર સુધી 63 હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ કોમેન્ટ દ્વારા ભગવાન દ્વારકાધીશના જય જય કાર કર્યો હતો આ સાથે સાથે દરેક લોકોએ કોમેન્ટના માધ્યમ દ્વારા ગાય માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ લોકોએ મન ભરીને રાજની સાદગીના મન ભરીને વખાણ કર્યા હતા.

