તારક મહેતાના ચંપકચાચા પોતાની પત્ની સાથે જોવા મળ્યા રંગીન મિજાજમાં, પહાડી વિસ્તારમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસ્વીરો
તારક મહેતા શો આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો છે આ શો ને ચાહનારા ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સાથે સાથે તારક મહેતા શો ના પાત્રો દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ શો માં આજે ચાચાજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. અમિત ભટ્ટ જોકે સીરીયલમાં ખૂબ જ સંસ્કારી અને લોકોને પ્રેરણા આપતા રહે છે પરંતુ અસલ જિંદગીમાં તે ખૂબ જ રંગીન મિજાજના છે.

અમિત ભટ્ટનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે આ સાથે સાથે તે ઘણીવાર સીરીયલોમાં ખૂબ જ અનોખા અંદાજમાં પણ જોવા મળે છે તેનો ડાન્સ પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે અમિત ભટ્ટ વારંવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતા હોય છે તેમને હાલમાં જ પોતાની પત્ની સાથે વેકેશનની તસવીરો શેર કરે છે તેઓ હાલ માં પોતાના પત્ની સાથે વેકેશનની મજા માણી રહ્યા છે.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અમિત ભટ્ટ પોતાની પત્ની સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક જગ્યાએ જોવા મળી રહ્યા છે આ સાથે સાથે અમિત ભટ્ટ એ પોતાની પત્ની સાથે ખૂબ જ આકર્ષક અને સુંદર પોઝ આપ્યા હતા. અભિનેતા પોતાની પત્ની સાથે કુદરતી સૌંદર્ય અને વાતાવરણની વચ્ચે જોવા મળ્યા હતા.

તમામ તસવીરોમાં ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી આ સાથે સાથે ઘણા લોકોએ ફની કોમેન્ટ પણ કરી હતી એક વ્યક્તિએ લખ્યું હતું કે કયા ગયા તમારા સંસ્કાર તો ઘણા લોકોએ કહ્યું હતું કે તમે તો ગાંધીવાદી ના રસ્તે ચાલવાના હતા ને આવી રીતે અનેક લોકોએ ચાચાજીને યાદ કરી કોમેન્ટ કરી હતી હાલમાં તો આ તસવીર ચારેકોર ધૂમ મચાવી રહી છે.

અમિત ભટ્ટના ઘણા સિંગલ ફોટો પણ જોવા મળ્યા હતા જેમાં તે ગાર્ડનમાં પહાડી વિસ્તાર અને નદી કિનારે હોડી ની મજા માણતા જોવા મળ્યા હતા આટલી ઉંમર હોવા છતાં પણ તે તારક મહેતા શોમાં દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યા છે. અમિત ભટ્ટની દરેક પોસ્ટમાં 10,000 કરતાં પણ વધારે લાઇક જોવા મળી હતી આ પરથી અંદાજો લગાવી શકાય કે અમિત ભટ્ટ ના ચાહકો ખૂબ મોટી સંખ્યા માં છે. આવા પાત્રોને કારણે જ તારક મહેતા શો એ ખૂબ લોકપ્રિયતા મેળવી છે.
