તારક મહેતાની જૂની સોનુએ દરિયા કિનારે પોતાના બોયફ્રેન્ડને અનોખા અંદાજમાં પ્રપોઝ કર્યું, ટૂંક સમયમાં કરશે લગ્ન જુઓ દરિયા કિનારા સાથે ની સુંદર તસ્વીરો
તારક મહેતાના શોમાં સોનુ ઉર્ફે જીલ મહેતાએ લોકોની વચ્ચે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. લોકોને આ શોમાં સોનુ નું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું તેથી જ આ શો ને સમગ્ર વિશ્વમાં અલગ લોકપ્રિયતા મળી છે. તારક મહેતાની આ સોનુ હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન પહેલા સોનુ એ પોતાના બોયફ્રેન્ડ સાથે આકર્ષક અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
સોનુ એ પોતાના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે દરિયા કિનારે એક ઘુટણીએ બેસી અનોખા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. આ પ્રપોઝ દરમિયાન બંનેની સ્માઈલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ બંનેની જોડીના મન ભરીને વખાણ કર્યા હતા આ સાથે લોકોને આ જોડી ખૂબ જ પસંદ આવી હતી.
બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે આ સાથે તેણે પોતા ના પ્રી વેડિંગ સૂટ ની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જીલે પ્રપોઝ કર્યા બાદ પોતાના બોયફ્રેન્ડને એક સુંદર વીંટી આપી હતી. સોનુ એ તસવીર શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે જ્યારે હું તમારી સાથે ઓછું ત્યારે હું પતંગિયું બની જાઉં છું. આજ સત્ય છે મારા સપનાં સાકાર કરવા બદલ આભાર.
તમામ લોકોએ આ ખુશી પ્રસંગે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સાથે સાથે બંને લોકોને અભિનંદન અને લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી જોકે સોનું શો થી ઘણા સમય થી દૂર હોવા છતાં પણ આજે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે સાથે સાથે લોકોએ ફરીવાર તારક મહેતા શોમાં વાપસી કરવા માટે વિનંતી કરી હતી.એક ચાહકે લખ્યું હતું કે ટપુ નો તો વિચાર કરો તો બીજા એ લખ્યું હતું કે ટપુને આવી રીતે મૂકીને ના જાઓ લોકોએ આવી રીતે મજાકમાં કોમેન્ટ કરી હતી.
સોનુ ગુજરાતી બિઝનેસમેન નલિન મહેતાની પુત્રી છે તે ગુજરાતી પરિવારમાંથી આવી તારક મહેતાના શોમાં ધૂમ મચાવી હતી. સોનુ એ 2008માં taarak mehta ka ooltah chashmah એન્ટ્રી કરી હતી લોકોને તેનો અભિનંદન ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી આજે પણ તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. હાલમાં તો તેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.