તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનું ખુલ્લા આસમાનમાં સ્કાય ડ્રાઇવિંગની મજા માણતી જોવા મળી – સોશિયલ મીડિયા માં શેર કરી તસવીરો
લોકપ્રિય ટીવી શો તારક મહેતામાં ઘણા પાત્રો હવે શો થી દૂર થઈ ચૂક્યા છે પરંતુ ઘણા પાત્રો આજે પણ તારક મહેતા સીરીયલ માં ધૂમ મચાવી લોકોને મનોરંજન આપી રહ્યા છે તેમાં પણ દરેક લોકોને નવી સોનુ ખૂબ જ પસંદ આવી રહી છે આ અભિનેત્રીએ ખૂબ જ સુંદર રીતે અભિનય કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે.

તારક મહેતાની નવી સોનુ માત્ર અભિનયથી નહીં પરંતુ પોતાની સુંદરતાથી પણ લોકોને દીવાના બનાવી દે છે. તે હંમેશા પોતાના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક્ટિવ રહે છે હાલમાં જ તેણે સ્પેન માં સ્કાય ડ્રાઇવિંગ ની મજા માણી હતી.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે સોનુ પોતાના સાથી મિત્ર સાથે યેલો સેફ્ટી શોર્ટ પહેરી ખુલ્લા આકાશ માં સ્કાય ડ્રાઇવિંગ ની મજા માણી રહી છે.ખુલ્લા આકાશ નું દ્રશ્ય પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ વીડિયો શેર કરતા સોનુએ કેપ્શન માં લખ્યું હતું કે CHASING DREAMS AND MAKING MEMORIES સોનુ આવી જ રીતે પોતાના જીવનની દરેક પળ ખૂબ જ એન્જોય કરતી જોવા મળે છે.

આ વીડિયોને અત્યાર સુધી 50000 કરતા વધારે લાઇક મળી ચૂકી છે તથા લોકોએ કોમેન્ટ દ્વારા સોનુની સુંદરતાનાખૂબ વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે અમારે પણ તમારી સાથે સ્કાય ડ્રાઇવિંગ ની મજા લેવી છે.તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ભીડે ભાઈ તમને ખીજાશે તો એક વ્યક્તિ મજાકમાં લખી રહ્યો છે કે હવે શો મા પાછા આવો ટપ્પુ રાહ જોવે છે.

અભિનેત્રી અનેકવાર શૂટિંગના સેટ પરથી પણ અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે રમુજી વિડીયો અને તસવીરો લેતી જોવા મળે છે આ પરથી કહી શકાય કે સોનુ નો સ્વભાવ ખૂબ જ રમુજી અને આનંદમય હશે આ સાથે સાથે તે ટીવી સોના દરેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે હળી મળીને રહે છે આ સ્વભાવથી જ તે લાખો લોકોના દિલ જીતી લે છે. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ચારેકોર મચાવી રહી છે.