|

તારક મહેતા ની જૂની સોનુ શોર્ટ ટીશર્ટ સાથે બેંગકોકના સ્ટેડિયમમાં જોવા મળી, તસવીરો એવી સામે આવી કે તમે પણ જોતા રહી જશો

ટીવી સિરિયલ ની દુનિયામાં તારક મહેતાના શોએ લોકો વચ્ચે એક અલગ લોકપ્રિયતા મેળવી છે. કારણ કે તેમાં આવતા પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે આ સાથે સાથે તારક મહેતા શો સમગ્ર પરિવાર સાથે બેસી જોઈ શકાય છે તેથી આ એક પારિવારિક સીરીયલ બની ચૂકી છે આ સીરીયલને અનેક સફળતા માટે સર્ટિફિકેટ અને એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. પરંતુ આજના સમયમાં અનેક પાત્રો લોકોને ખૂબ જ યાદ આવી રહ્યા છે કારણ કે અનેક પાત્રો આજે આ શોથી ખૂબ દૂર થઈ ગયા છે તેમાં પણ તારક મહેતાની સોનુ લોકોને ખૂબ જ પસંદ આવી હતી જેની થોડા સમય પહેલા જ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે તારક મહેતાની જુની સોનુ બેંગકોકમાં આવેલા રાજા મંગલા નેશનલ સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. આ સ્ટેડિયમમાં સોનુ શોર્ટ ટીશર્ટ અને પેન્ટ સાથે હોટ અંદાજમાં જોવા મળી હતી જેની અનેક તસવીરો ચાહકોએ જોતાની સાથે જ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો. તેમણે બેંગકોકના સ્ટેડિયમમાં ખૂબ જ આકર્ષક અંદાજ સાથે તસવીરો લીધી હતી.

આ વાયરલ તસવીરમાં મેઘ ધનુષ્ય થીમ પર શોર્ટ ટીશર્ટ પહેરી સોનુ સ્ટેડિયમમાં જોવા મળી હતી આ સાથે ખુલ્લા વાળમાં સોનુએ લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા. આ સ્ટેડિયમમાં આયોજન થયેલા કાર્યક્રમમાં સોનુએ ખૂબ મજા માણી હતી જેમના વીડિયો અને તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા હતા.

સોનુ નો આ લુક બોલીવૂડની અભિનેત્રીને પણ ભુલાવી દે તેવો હતો. લોકોએ કોમેન્ટ દ્વારા લખ્યું હતું કે યુ આર સો બ્યુટીફૂલ તો બીજા વ્યક્તિએ લખ્યું હતું કે અમેઝિંગ એન્ડ હોટ તો અન્ય એક વ્યક્તિ લખ્યું હતું કે તમે હવે જલ્દીથી શોમાં પાછા આવી જાવ અમે તમને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. આજ કારણથી કહી શકાય કે સોનુએ તારક મહેતા શો માં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. લોકોને સિરિયલમાં તેમનો રોલ ખૂબ જ પસંદ આવ્યો હતો. પરંતુ હાલમાં તો સોનુની આ તસવીર ખૂબ ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *