તારક મહેતાનો અબ્દુલ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી થયો હતો પસાર પરંતુ આજે જીવી રહ્યો છે વૈભવશાળી જીવન જાણો શું છે તારક મહેતાના અબ્દુલની સંઘર્ષ ગાથા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 15 વર્ષોથી અનેક પરિવારોને મનોરંજન કરાવતો રહ્યો છે. આ શો તેમના પાત્રોને કારણે ખૂબ જ વધારે લોકપ્રિય બન્યો હતો. આ શોમાં જોવા મળતા અનેક પાત્ર આજે એક સ્ટાર થઈ ગયા છે. દરેક કલાકારોએ આ શો ને સફળ બનાવવા માટે ખુબ જ સંઘર્ષો કર્યા છે તેથી જ આજે આ ટીવી શો ખુબ જ સફળ બન્યો છે.
અત્યાર સુધી આટલી લોકપ્રિયતા કોઈપણ શો ને મળી નથી. આ સીરીયલ માં આવતા દરેક પાત્ર એ ખૂબ જ નાના શિખરથી શરૂઆત કરી હતી પરંતુ આજે તેઓ લાખો નહીં પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આજે એક એવા જ કલાકારની સંઘર્ષ ગાથા આપને બતાવવા જઈ રહ્યા છીએ.
આપ સૌ લોકો આ સીરીયલમાં આવતા અબ્દુલ ને તો ઓળખતા જ હશો. આ સિરીયલમાં અબ્દુલ ને એક સામાન્ય દુકાનદાર બતાવવામાં આવ્યો છે પરંતુ તેના અસલ જીવનમાં તેણે અનેક સંઘર્ષ અને પાર કરી આજે તે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે. એનું અસલી નામ શરદ સાંકલા છે.
આ અભિનેતા એ માત્ર તારક મહેતામાં જ નહીં પરંતુ 35 થી વધારે શોમાં પોતાનો રોલ નિભાવ્યો છે દરેક સિરિયલમાં તે પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવી દરેક ચાહકોના દિલ જીતી લીધા હતા. અબ્દુલ એ માત્ર ટીવી સિરિયલો જ નહીં પરંતુ અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ પોતાની ભૂમિકા ભજવી છે.
શરદે પોતાની કારકિર્દીની શરૂઆત 1990 માં આવેલી વશ ફિલ્મથી કરી હતી. તેમાં તેને ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવી હતી. તારક મહેતા શો મા પણ તેણે અનેકવાર ચાર્લી ચેપ્લિન ની ભૂમિકા ભજવી જૂની યાદોને તાજા કરી હતી. આ સંઘર્ષો દરમિયાન તેને માત્ર ₹50 જ મળતા હતા પરંતુ તેને સતત સંઘર્ષો શરૂ કર્યા અને પોતાના જીવનમાં ક્યારેય હાર ન માની હતી આ જ કારણથી તેને સફળતાના શિખરો પ્રાપ્ત થયા હતા.
આ બાદ તેની મુલાકાત આશિત કુમાર મોદી સાથે થઈ હતી. તેણે અબ્દુલ ને રોલ કરવા માટેની ઓફર આપી હતી ત્યારે તેની પાસે હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો ધીમે ધીમે તેને આ સીરીયલમાં કામ મળવા લાગ્યું શરૂઆતમાં તેને અનેક સંઘર્ષો નો સામનો કરવો પડ્યો હતો પરંતુ ધીમે ધીમે લોકોને તેનો રોલ ખૂબ જ પસંદ આવ્યો અને ત્યારબાદ તમામ ચાહકો તેને અબ્દુલના નામથી ઓળખવા લાગ્યા. તારક મહેતા સીરીયલ ના પ્રોડ્યુસર આશિક મોદી અને શરદ ઉર્ફે અબ્દુલ બંને લોકો સ્કુલ જીવનમાં એક જ બેંચ ઉપર બેસતા હતા તેથી તેઓ બંને એકબીજાના પરમ મિત્રો પણ રહી ચૂક્યા છે.
શરદના પરિવારમાં પોતાની પત્ની અને બે બાળકો છે આ બંને બાળકો કોલેજમાં અભ્યાસ કરે છે. શરદ પોતાનો મોટેભાગનો સમય પોતાના પરિવાર સાથે વિતાવે છે કારણકે સંઘર્ષના સમયમાં તેના પરિવારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.