રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા બાદ દરેક ઉપસ્થિત લોકો થયા ભાવુક દરેકની આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ તમે પણ તસવીરો જોઈને રડી પડશો
સમગ્ર દેશમાં ખૂબ જ ભવ્ય રીતે અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ગલી ગલી માહોલના મહોલ્લામાં તથા દરેક દેશના ખૂણે ખૂણે દિવાળી જેવો માહોલનું સર્જન કરવામાં આવ્યું હતું. કારણ કે ખૂબ જ લાંબા વર્ષના સંઘર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા . જાણે સમગ્ર ભારતને સ્વર્ગ મળી ગયો હોય તેવી અનુભૂતિ થતી હતી. તેથી જ આ ઉત્સવ અને વધાવા માટે તથા તેને આવકારવા માટે દરેક ભારતવાસીઓ ખૂબ જ આતુર હતા. આ મહોત્સવ દરમિયાન ઘણી એવી તસવીરો સામે આવી કે તમે પણ સાંભળીને કે જોઈને રડી પડશો કારણકે દરેક લોકો અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને પોતાની નજરેથી જોવા માંગતા હતા તેથી આ ક્ષણ જોઈને દરેકની આંખોમાં ખુશીના આંસુ સરી પડ્યા મૂર્તિ પ્રતિષ્ઠા નો આ મહોત્સવ એવો હતો.
કોઈના મુખમાંથી કોઈ શબ્દ નીકળે તેમ ન હતું. કારણ કે આ મંદિર પાછળ અનેક લોકોના બલિદાનો સમર્પણ રહેલા છે કેટલાય લોકોએ આ મંદિર માટે પોતાનું જીવન ત્યાગ કરી દીધું છે એટલા માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિને પોતાની સાથે જ દરેક લોકો ખૂબ જ ભાવુ થઈ ગયા હતા. જેવી રીતે રામાયણમાં શબરી વર્ષો સુધી ભગવાન શ્રીરામ ની રાહ જોતી હતી અને અચાનક જ સામે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને જોતાની સાથે જ તેને સ્વર્ગ મળી ગઈ હોય તેવી અનુભૂતિ થઈ અને તેની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. તેવી જ રીતે દરેક ભારતવાસીઓ રામને જોતાની સાથે જ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
આ ઉત્સવ આત્મા અને ભગવાન સાથેના મિલનનો ઉત્સવ હતો. જ્યારે સમગ્ર ભારતવાસીઓની નજરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો અભિષેક થયો ત્યારે લોકો જય શ્રી રામનો જય ઘોષ કર્યો હતો અને આ જયગોશ વિશ્વના દરેક ખૂણે સંભળાતો હોય તેવો અનુભવ થતો હતો સાથે સાથે દરેક લોકો શબરી બની ગયા હતા. કારણકે જેવી રીતે શબરી ખૂબ જ લાંબા વર્ષોથી ભગવાન શ્રીરામ માટે રાહ જોઈ રહી હતી. તેવી જ રીતે દરેક ભારતવાસીઓ કેટલાય વર્ષોથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આવવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે દરેક લોકોના સંઘર્ષ અને બલિદાનથી આ સમય આવી ગયો હતો ત્યારે દરેકને આંખોમાંથી લાગણીના અને હરખના આંસુ જોવા મળ્યા હતા.
જેમાં અનેક બોલીવુડ હોલીવુડ સાઉથના સુપરસ્ટન અને આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા તેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ રજનીકાંત અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર અંબાણી પરિવાર દરેકની આંખોમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા તેની સાથે સાથે બાબા રામદેવ કૈલાશ ખેર ધીરેન્દ્ર શાસ્ત્રી સાધ્વી ઋતંભરા રવિશંકર પ્રસાદ જેવા અનેક દિવજો ની આંખોમાંથી રામ મંદિર જોતાની સાથે જ આંસુઓ જોવા મળ્યા હતા. ખરેખર દરેક લોકો કહી રહ્યા હતા કે આવો સમય મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય જોયો નથી ખરેખર આ નવા યુગની શરૂઆત છે. જેના આપણે સૌ લોકો સાક્ષી બનવા જઈ રહ્યા છીએ.
આ ઉત્સવને અમે અમારા જીવનમાં ક્યારેય ભૂલી નહિ શકીએ ખરેખર આપણે સૌ લોકો ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણી નજર ભગવાન શ્રીરામની મૂર્તિને તથા તેના મંદિરને જોઈ શકીએ છીએ. આ સમયને જોવા માટે કેટલાય લોકોએ પોતાનું જીવન રામ મંદિર માટે સમર્પિત કરી દીધું છે. તે લોકોને પણ આજે સ્વર્ગમાં શાંતિનો અહેસાસ થયો છે તથા તેની આંખોમાંથી પણ આંસુઓની ધાર નીકળી પડી હશે પરંતુ આપણે કોઈનું બલિદાન વ્યર્થ જવા દીધું નથી. આજે અમે સૌ લોકો ખૂબ જ ખુશ છીએ દેશના ખૂણે ખૂણે તેની સાથે સાથે વિશ્વના દરેક ખૂણે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નું મહોત્સવ જોવામાં આવ્યો હતો. જેમાં લોકો દૂર હોવા છતાં પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિને બંને હાથ જોડી વંદન કરી રહ્યા હતા તથા તેના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા હતા.
સૌની આંખોમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા કારણ કે આખરે એ સમય આવી જ ગયો હતો કે જ્યારે તમામ લોકોના સંઘર્ષનો અંત આવી ગયો હતો. આ સૌ લોકોના સંઘર્ષોને કારણે જ આપણે રામ મંદિરને આપણી નજરે જોઈ શકીએ છીએ.દરેક વ્યક્તિએ 500 વર્ષ કરતા પણ વધારે આ મંદિર માટે સંઘર્ષો કર્યા હતા અને તેમને સપનાઓ જોયા હતા આખરે એ સપનાઓ પણ સાકાર થયા હતા. આપણે જીવનમાં ક્યારેક કલ્પના પણ ન કરી શકીએ તેઓ સમય આપણી નજરે આજે આવ્યો છે. અભિષેક બાદ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા તેમને કહ્યું કે આપણે આ મંદિર માટે ખૂબ જ કઠોળ તપસ્યા કરી છે ત્યારે જઈને આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આપણી ઉપર પ્રસન્ન થઈને તેમના આશીર્વાદનો વરસાદ વરસાવીને આપણી વચ્ચે આવ્યા છે ખરેખર આ ઉત્સવ ખૂબ જ ભવ્ય છે.
જેને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી હું ભગવાન શ્રી રામ પાસે માફી માંગુ છું કારણ કે આ સમયને લાવવા માટે અમે ઘણી વાર લગાડી દીધી પરંતુ આજે જ્યારે તમે અમારી વચ્ચે આવ્યા છો ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે આજ સુધી મેં આવું કાર્યક્રમ ક્યારેય જોયો નથી અને આગળના સમયમાં હું કદાચ જોઈ પણ નહીં શકું. લોકોએ સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં આજે ભગવો લહરાવી દીધો તથા દરેક ખૂણે જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. રામ આપણા માટે શ્વાસ છે વિશ્વાસ છે આસ્થા છે શ્રદ્ધા છે તેવું સમગ્ર વિશ્વમાં રામકથાનો ડંકો વગાડનાર મોરારીબાપુએ જણાવ્યું હતું. ખરેખર મોરારીબાપુએ કહ્યું હતું કે આ કોઈ નવો યુગ નહીં પરંતુ આજથી સમગ્ર ભારતમાં રામ યોગ શરૂ થવા જઈ રહ્યો છે જેની સમગ્ર ભારત આજે દિવાળીની જેમ ઉજવણી કરી રહ્યો છે.