ચૂંટણી પહેલા આવી શકે છે ગુજરાતમાં વરસાદનું સૌથી મોટું સંકટ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી,જાણો ગુજરાતના કયા શહેરોમાં પડશે ભારે વરસાદ
હાલ સમગ્ર ગુજરાતમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ થોડા સમયથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાથી તમામ લોકોને ગરમીમાંથી છુટકારો મળી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ માં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયો હતો જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.અને લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલ મહિનાના અંત માં ગરમી નું જોર વધી શકે છે જેને કારણે સમગ્ર લોકોને હજુ વધારે ગરમીનો સામનો કરવો પડી શકે છે પરંતુ અમુક ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યા હતા. છુટા છવાયા વરસાદના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ અંબાલાલ પટેલ ના કહેવા અનુસાર એપ્રિલ મહિનાના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેને કારણે ઉનાળો અને ચોમાસાની સિઝન આ વખતે ધાર્યા કરતા વધારે લાંબી રહી શકે છે.
હાલમાં તો ગુજરાતના અનેક શહેરોમાં 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે જોકે આગળના સમયમાં પણ તાપમાનમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી પરંતુ ભારે ગરમીના કારણે એપ્રિલ મહિનાના અંતમાં ગુજરાતના અનેક શહેરો વર્ષાથી પ્રભાવિત થઈ શકે છે તથા અનેક વિસ્તારોમાં વાવાઝોડાના દ્રશ્યો પણ સર્જાઇ શકે છે.
જેને કારણે તમામ લોકોને ભારે ગરમી માંથી છુટકારો મળશે. અમદાવાદ સુરત જેવા શહેરોમાં 37 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યા છે. પરંતુ હાલમાં તો તાપમાન ઘટાડાને લઇ તથા વરસાદને લઈ કોઈ સ્પષ્ટ આગાહી સામે આવી નથી હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં વાતાવરણમાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે.