ફૂલ સ્પીડે કારની બારીઓ અને સનરૂફમાંથી બહાર નીકળીને ડાન્સ કરવા લાગ્યા છોકરાઓ, અહી ક્લિક કરી જુઓ વિડીયો
આજના સમયમાં સોશિયલ મીડિયા ફેમસ થવાનું એક માધ્યમ બની ગયો છે. જેમાં લોકો રાતોરાત ઝીરોમાંથી હીરો બનતા હોય છે તથા આજનું યુવાધન પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ જ વેડફતા હોય છે. ઘણીવાર લોકો સોશિયલ મીડિયા પર એવા વિડીયો બનાવતા હોય છે કે જેને જોઈને આપણને ખૂબ ગુસ્સો આવી જાય છે તથા ઘણા વિડીયો ખૂબ જ જીવલેણ સાબિત થતા હોય છે.
ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જેમાં કેટલાક નાની વયના છોકરાઓ જીવલેણ સાબિત થાય એવી રીતે ઝડપથી ચાલતી કારમાં નાચી રહ્યા છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે., તે રસ્તા પરથી અન્ય વાહનો પણ જઈ રહ્યા છે. આ વિડીયો અન્ય વાહન પરથી સવાર થયેલા કોઈ વ્યક્તિએ લીધો છે. જે બાદ તેને પોલીસ દ્વારા સજા પણ આપવામાં આવી હતી.
આ મામલો બેંગ્લોરની ચીકા ઝાલા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સ્ટંટ છોકરાઓ વિરુદ્ધ વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશેની માહિતી આપી છે. આ વીડિયોમાં લોકો અને કોમેન્ટ કરી આ કૃત્ય વિશે પોતાનો મંતવ્ય જણાવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શન માં લખ્યું હતું કે, કેટલાક લોકો એનએચ7 એરપોર્ટ રોડ પર બિનજરૂરી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
@blrcitytraffic @BlrCityPolice @3rdEyeDude@DgpKarnataka @masaleemips some maniacs doing unnecessary acts on the NH7 (airport road) please take necessary action against these lunatics!
— sage (@sageshibbs) December 14, 2023
Vehicle number – DL3CBA9775#bangalore #police #bangaloretraffic#breakingnews pic.twitter.com/TlIYWRc0gb
જે તેમની માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને કોઈપણ ઘટના બને તો તેનું જવાબદાર કોણ રહેશે. તેની સામે કોઈ ખાસ પગલાં લેવા જોઈએ જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ વ્યક્તિ આવું કરવાનું સાહસ ના કરી શકે આ મામલાને પોલીસ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી તે તમામ બાળકોને સજા કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ મામલે અમે વધારે કાર્યવાહી કરીશું.