લગ્નમાં દુલ્હને ‘છમ્મક છલ્લો’ પર એવો ડાંસ કર્યો કે, દુલ્હો પણ જોતો જ રહી ગયો – અહી ક્લિક કરી જુઓ વિડીયો

આજકાલ લગ્નમાં ટ્રેન્ડ ઘણા બદલાઇ ગયો છે. લગ્નમાં જ્યાં સુધી દુલ્હો-દુલ્હન ડાંસ ન કરે ત્યાં સુધી લગ્ન અધૂરા લાગે છે. જ્યારે પણ દુલ્હન ડાંસ કરે ત્યારે બધાની નજર દુલ્હાના રિએક્શન પર હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વિડીયોમાં લોકો દુલ્હાના રિએક્શન પર કમેન્ટ કરી રહ્યા છે. કોઇએ કહ્યુ કે, દુલ્હો શરમથી લાલ થઇ ગયો તો કોઇએ કહ્યુ કે દુલ્હાનું બ્લશ જોવાલાયક હતુ. જણાવી દઈએ કે, વાયરલ થયેલા આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @_wedding_tales_nepal નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જાણવા મળે છે કે, આ વીડિયો નેપાળનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, દુલ્હને ખૂબસુરત લહેંગો પહેર્યો છે અને તે શાહરૂખની ફિલ્મ રાવનના “છમ્મક છલ્લો” ગીત પર ડાંસ કરી રહી છે. દુલ્હનના ડાંસ મૂવ્સ એટલા જોરદાર હતા કે પાછળ ઊભેલો દુલ્હો પણ તેને જોતો જ રહી ગયો.

વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હો તેનો ફોન કાઢીને એક મહિલાને આપતો અને પછી દુલ્હન સાથે ડાંસ કરવા મંડે છે. વીડિયોના કમેન્ટ સેક્શનથી એવું જાણવા મળે છે કે, દુલ્હો નેપાળમાં પોલિસ ઇન્સ્પેક્ટર છે અને તેનું નામ કિરન થાપા રાવત છે. જ્યારે દુલ્હન એક ડોક્ટર છે અને તેનું નામ કૃતિ મહતો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *