IPL 2024 વચ્ચે આવ્યા સૌથી મોટા સમાચાર!! મુંબઇ ઇન્ડિયન્સ ના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના ભાઈ એ કર્યો સૌથી મોટો વિશ્વાસઘાત 4.3 કરોડ થી પણ વધારે નું કર્યું નુકસાન પોલીસે કરી તાત્કાલિક ધરપકડ
હાલમાં હાર્દિક પંડ્યા અને કુણાલ પંડયા ની જોડી ipl 2024માં ધૂમ મચાવી રહી છે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ ના નવા કેપ્ટન બન્યા છે જ્યારે કુણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટમાં સ્ટાર ઓલ રાઉન્ડર પ્લેયર બની ચૂક્યા છે બંને ભાઈઓએ આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો પાર કર્યા છે.
તેથી જ આજે બંને ભાઈઓ ક્રિકેટની દુનિયામાં ચમકી રહ્યા છે. પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા ના સાવકા ભાઈ વૈભવ પંડ્યા એ આ બંને ભાઈઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. વૈભવ પંડયા ની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાની જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષ 2021 માં વૈભવ પંડ્યા સાથે મળીને બંને ભાઈઓએ પોલીમર બિઝનેસ કંપનીની શરૂઆત કરી હતી. બિઝનેસની શરતો અનુસાર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા ની ભાગીદારી તથા નફો 40 40% હતા જ્યારે વૈભવ પંડ્યા ની ભાગીદારી અને નફો માત્ર 20% જ હતો. ભાગીદારી અનુસાર ત્રણેય લોકોને સરખા ભાગે નફો વેચવાનો હતો પરંતુ વૈભવ પંડ્યા પાસે નફો આવતાની સાથે જ તેણે અન્ય કંપનીની શરૂઆત કરી હતી.
આ ભાગીદારી પ્રમાણે વૈભવ પંડ્યા એ નફો ન આપતા બંને ભાઈઓને 4.3 કરોડ કરતાં પણ વધારે નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે હાલમાં તો પોલીસ વૈભવ પંડ્યા ની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા ગુનો નોંધાવ્યો છે કે વૈભવ પંડ્યા એ ભાગીદારી વિરુદ્ધ કામ કર્યું છે જેથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. આ સાથે જ વૈભવ પંડ્યા એ પોતાનો 20% નો નફો તથા ભાગીદારી વધારી ગુપ્ત રીતે 33% જેટલી કરી નાખી હતી. જેથી કરીને બંને ભાઈઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવ્યું હતું.