|

પિતાના મૃત્યુ બાદ બાળકે રસ્તા પર એવું કામ કર્યું કે વીડિયો જોઈ તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે,જુઓ વાયરલ વિડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયાનો પાવર દરેક લોકોને રાતોરાત ફેમસ બનાવી દેતો હોય છે. હાલમાં જ દસ વર્ષનો બાળક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ બાળક વાયરલ થતા ની સાથે જ લોકો દિલ્હીના તિલક નગર પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક નાનકડો દસ વર્ષના બાળક દુકાન પર ઊભા રહી રોલ વેચે છે. આ રોલ વેચવાનું કામ તેના પિતાએ શરૂ કર્યું હતું પરંતુ દોઢ મહિના પહેલા પિતાનું ટીબીને કારણે મોત થયું હતું.

આ બાદ તેનો પુત્ર દુઃખી થવાની જગ્યાએ સંકલ્પ કર્યો કે હું મારા પિતાની છેલ્લી નિશાની ને જીવંત રાખીશ. હું તેને ક્યારેય પણ બંધ નહીં થવા દઉં. આ બાદ તેના પુત્ર એ પિતાની આખરી નિશાનીને જીવંત રાખવા માટે દુકાન પર રોલ વેચવાનું શરૂ કર્યું હતું.

આ માસુમ બાળકે વીડિયોમાં કહ્યું હતું કે પિતાના મૃત્યુ પછી તેની માતા બંને બાળકોને છોડી ચાલી ગઈ હતી. એની બહેનો હાલમાં કોઈ સાથે રહે છે પરંતુ એક નાનકડા એવા બાળકે પોતાના સમગ્ર પરિવારની જવાબદારી પોતાના ખંભે ઉઠાવી હતી. બાળકે વધુમાં કહ્યું હતું કે હું મારી જવાબદારી સમજુ છું. આ કારણથી જ મેં મારા પિતાની દુકાન પર બેસવાનું શરૂ કર્યું. જસપ્રિત ની બહેન તેનાથી ચાર વર્ષ મોટી છે. અને તે હાલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. જસપ્રિત ની બહેને પણ તેના ભાઈના ખૂબ વખાણ કર્યા હતા.

બાળકે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાના બહુ મોટા સપના હતા તેમનું સપનું હતું કે હું પોલીસ ઓફિસર બનું અને મારી બહેન એક શિક્ષક બને હું તેના સપના પૂરા કરવા માટે મારા તમામ પ્રયત્નો કરીશ. આ સાથે સાથે સોનુ સુદે આ વિડીયો જોતા ની સાથે જ એમને આજીવન શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું.

અભિનેતાના આ વિચારને લોકોએ ખૂબ વધાવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે તથા બાળકના પરિવારજનોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ખરેખર સોશિયલ મીડિયાના પાવર બાળકના જીવનમાં એક નવી ખુશી ઉમેરી દીધી હતી હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને બાળકના સપના અને મહેનત જોઈ તમામ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *