સાળંગપુર ધામમાં પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું થયું અનાવરણ…સાળંગપુરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ કરાયું હતું. 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની અને રંગબેરેંગી બલુનોથી અદભૂત નજારો સર્જાયો હતો.
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ(Salangpur Dham). સાળંગપુર કષ્ટભંજન દેવ(Kashtabhanjan Dev) મંદિરમાં કિંગ ઓફ સાળંગપુર(King of Salangpur)ની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે ગઈકાલે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાળંગપુર તીર્થ પોતે કેવી રીતે એક ગામથી તીર્થ બન્યું તે ઈતિહાસ અને મહિમાની ગાથા વર્ણવતો શો રજૂ કરાયો હતો. તેમજ વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરાયા હતા.
13 મિનિટના આ શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજદિન સુધી આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી પર્વ નિમિત્તે “મારા દાદા ને મારી ચાલીસા” અંતર્ગત સ્વહસ્તે હનુમાન ચાલીસાનું સામુહિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મારા દાદાને મારી ચાલીસા સારો પ્રતિસાદ મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાન ચાલીસા લખી મોકલી હતી. કોઇએ કાગળ પર, કોઇએ બટેટા પર, કોઇ કપડા પર મોતી મઢીને લખી તો કોઇએ પાંદડા પર હનુમાન ચાલીસા લખી હતી. આ હનુમાન ચાલીસા ભગવાન કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરાશે.
4 ફૂટની આ વિશાળ પ્રતિમા સાત કિલોમીટર દૂરથી પણ દાદા ના દર્શન કરી શકાશે. ભાવિક ભક્તો દાદા ને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકે તે પ્રકારની વિશાળ પ્રતિમા અહીં પંચધાતુ માંથી નિર્માણ કરવામાં આવી છે.
વાત કરવામાં આવે તો 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે, જેના સાત કિલોમીટર દૂરથી પણ ભક્તો દર્શન કરી શકશે. માત્ર એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ એટલી મજબૂત હશે કે, તેના પર ભૂકંપના મોટા ઝટકા ની પણ કોઈ અસર થશે નહીં.
દાદાની આ ભવ્ય મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલું જ નહીં દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવશે. અને એક વિશાળ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા પણ માણી શકશે.