|

દરિયા કિનારે કપલને ફોટોગ્રાફી કરાવવી પડી ભારે!! અચાનક મોજું આવતા યુવતી સાથે એવું થયું કે જુઓ વાયરલ વિડિયો

આપણે કોઈપણ જગ્યાએ ફરવા જઈએ ત્યારે મોટેભાગે ફોટા પાછળ વધારે સમય પસાર કરતા હોઈએ છીએ. આ સાથે દરિયા કિનારે લોકો ફોટા પડાવવાનું વધારે પસંદ કરતા હોય છે કારણ કે આસપાસ માં નજારો જોઈ લોકો ફોટા માટે પડા પડી કરતા હોય છે. પરંતુ ઘણીવાર દરિયા કિનારાના વિસ્તારમાં ફોટા પડાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટનાના સમાચાર પણ આપણી સામે આવતા હોય છે.

બે મિનિટ ની મજા વ્યક્તિ માટે જીવનભરની સજા બની જાય છે. આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ પોતાના રોમેન્ટિક અંદાજમાં એકબીજાના હાથ પકડી દરિયાની સામે ચાલી રહ્યું છે પરંતુ અચાનક જ જોરદાર મોજું આવતા બંને લોકો પોતાનું સંતુલન ગુમાવે છે.

પરંતુ યુવક પોતાનો બચાવ કરે છે જ્યારે ગર્લફ્રેન્ડ પોતાનું સંતુલન વધારે ગુમાવતા પાણીમાં ખોવાઈ જાય છે ત્યારબાદ યુવક તેને શોધવાના અનેક પ્રયાસો કરે છે. પરંતુ તે દૂર દૂર સુધી જોવા મળતી નથી. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે યુવતી ન મળતા યુવક આમતેમ ફરી રહ્યો છે અને દરિયાની સામે જવાનો પ્રયાસ કરે છે પરંતુ મોજા નું જોર વધારે હોવાને કારણે તે પાછો ફરે છે. આ ઘટનામાં 20 વર્ષની યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે દરિયા કિનારામાં મોજ માણવા માટે જાય છે.

પરંતુ તેમની આ બે મિનિટની મજા જીવનભર માટે સજા બની જાય છે. આ વિડીયો ના કેપ્શન માં લખ્યું હતું કે હજુ સુધી યુવતી ના કોઈ સમાચાર સામે આવ્યા નથી શોધખોળ શરૂ છે પરંતુ યુવતી મળી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી બચાવ કામગીરીની ટીમ યુવતી ને શોધવાના સતત પ્રયાસો કરી રહી છે પરંતુ દરિયાનું જોર વધારે હોવાને કારણે યુવતી ને શોધવી બચાવ કામગીરીની ટીમ માટે પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે જેમાં કોમેન્ટમાં લોકોએ પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવ્યા હતા.

એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું હતું કે દરિયા કિનારે ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવવો જોઈએ તો અન્ય વ્યક્તિ લખ્યું હતું કે આ બંને લોકોને બેદરકારીને કારણે ઘટના બની છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે યુવક તેની ગર્લફ્રેન્ડને દરિયા કિનારે પાસે જવાની ના પાડતો તો પરંતુ યુવતીની જીદ ને કારણે બંને લોકો દરિયા કિનારા પાસે ફોટોગ્રાફી કરાવવા માટે ગયા હતા. પરંતુ મોજા નું જોર વધારે હોવાને કારણે યુવતી પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી.અને અંતે આ ઘટનાનો ભોગ બની હતી. હાલમાં તો તમામ લોકોના પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં આ યુવતી મળી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *