અંબાણી પરિવારની વહુ અને પત્ની પાસે છે જ્વેલરી નો ખજાનો નીતા અંબાણીના પન્ના સેટ ની કિંમત 400 કરોડ છે તો અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ ની વીટી ની કિંમત સાંભળી લોકોના તો હોશ ઉડી ગયા
આજના સમયમાં અંબાણી પરિવાર સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. એક ગુજરાતી પરિવાર આજે વિશ્વસ્તરે અનોખી નામના મેળવી રહ્યો છે અંબાણી પરિવાર ઘણીવાર પોતાની લાઈફ સ્ટાઈલ અથવા મોંઘા શોખ અને જ્વેલરી ના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. આપ સૌ લોકો જાણો છો કે થોડા સમય પહેલા જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ફંક્શન યોજાયા હતા.
જેમાં અંબાણી પરિવારના સભ્યોએ ખૂબ જ મોંઘી જ્વેલરી પહેરી હતી તેમાં પણ આ ફંકશનમાં નીતા અંબાણીએ પહેરેલો નેકલેસ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. આપ સૌને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર અંબાણી પરિવાર પાસે દુનિયાનું સૌથી વધારે સોનું છે તેવું કહીએ તો પણ નવાઈ નથી આજે આપણે જાણીશું કે અંબાણી પરિવારને કેમ જ્વેલરી ના શોખીન ગણવામાં આવે છે.
જામનગર ખાતે યોજાયેલા ફંકશનમાં નીતા અંબાણીએ જે પન્ના સેટ પહેર્યો હતો તેની કિંમત 100 200 કરોડ નહીં પરંતુ 500 કરોડ કરતાં પણ વધારે દર્શાવવામાં આવી રહી છે. આ કિંમત સાંભળી તમામ લોકોના હોશ ઉડી ગયા હતા. પરંતુ આજ સત્ય હકીકત છે. નીતા અંબાણીએ પહેરેલી વીંટી ની કિંમત 40 કરોડ છે.
આ સાથે જ તેમને પહેરેલા આઉટ ફીટ પણ લાખોમાં નહીં પરંતુ તેની કિંમત કરોડોમાં દર્શાવવામાં આવી હતી. આ જ કારણથી અંબાણી પરિવારને સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અમીરોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ 40 કરોડની વીંટી નીતા અંબાણી પોતાના અનેક પ્રસંગોમાં પહેરે છે.
આ સાથે જ આકાશ અંબાણી ની પત્ની શ્લોકા અંબાણીએ પોતાના લગ્નમાં ત્રણ કરોડ રૂપિયાનો ખૂબ જ આકર્ષક સેટ પહેર્યો હતો. આ લગ્ન સાથે સાથે આ સેટ પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શ્લોકા અંબાણી સાથે સાથે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીએ પણ ૮૨ લાખનો સેટ પહેર્યો હતો. જોકે ઈશા અંબાણી મુકેશ અંબાણીની એક જ દીકરી હોવાથી તેને ખૂબ જ લાડ લડાવે છે અને તેની લાઈફ સ્ટાઈલ પણ હંમેશા લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની રહે છે.
આ સાથે જ ઈશા અંબાણીએ પહેરેલા નેકલેસ ની કિંમત 165 કરોડ કરતાં પણ વધારે બતાવવામાં આવી રહી છે. રાધિકાના પ્રીવીડીંગ ફંકશન દરમિયાન રાધિકાએ પહેરેલા લેંઘા ની કિંમત 90 કરોડ રૂપિયા છે. આ ફંકશનમાં 450 કરોડ કરતાં પણ વધારે જવેલેરીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ જ અંબાણી પરિવારની વહુ તથા દીકરીઓ જ્વેલરી ની ખૂબ મોટી શોખીન રહી છે.