|

પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની દીકરી ચલાવે છે વડાપાંવ ની લારી… વડાપાંવ ખાઈને પાકિસ્તાનીઓ ફિદા થઈ ગયા – જુઓ વિડીયો

સોશિયલ મીડિયા આજે ફેમસ થવાનું માધ્યમ બની ગયું છે લોકો વીડિયો અને પોસ્ટ શેર કરતાની સાથે જ રાતોરાત ફેમસ થઈ જતા હોય છે. તેમનું મુખ્ય કારણ એ છે કે લોકો આજે પોતાનો મોટેભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ પસાર કરતા હોય છે તેથી જ લોકોને ફેમસ થવું સરળ બની ગયું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દિલ્હીની વડાપાઉ ગર્લ ખૂબ જ ફેમસ થયા તેને તે લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની હતી. આ વડાપાવ ગર્લ નો થોડા સમય પહેલા લક્ઝરી કાર સાથે સ્ટંટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં લોકોએ પોતાના કોમેન્ટ દ્વારા અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા.

આ દિલ્હીની વડાપાવ ગર્લ બાદ સોશિયલ મીડિયામાં પાકિસ્તાની વડાપાવ ગલ ખૂબ જ ફેમસ થઈ રહી છે. હિન્દુ પરિવારની આ યુવતી પાકિસ્તાનના કરાચીમાં પોતાનો વડાપાવ સ્ટોલ ચલાવે છે.આ સ્ટોલ નું નામ કવિતા દીદી નું ભારતીય ભોજન રાખવામાં આવ્યું છે. આ યુવતી પાકિસ્તાનમાં પોતાના પરિવાર સાથે સ્ટોલ ચલાવે છે.તેનો પરિવાર યુવતી ના દરેક કાર્ય માં સપોર્ટ કરે છે.

આ લારી પાકિસ્તાનમાં કેન્ટોન મન રેલવે સ્ટેશન પાસે આવેલી છે. આ વીડિયોમાં કવિતા ના સ્ટોલ ની મુલાકાત લેતા જણાવ્યું હતું કે અહીં હિન્દુ પરિવાર સ્ટોલ ચલાવે છે અને શાકાહારી અને માંસાહારી ભોજન બનાવે છે. આ સ્ટોલ પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ સ્ટોલમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો એક સાથે બેસી ભોજન કરે છે. સ્ટોલમાં દાળ ભાત પાવભાજી સમોસા જેવી વાનગીઓ મળે છે આ ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

વાયરલ વીડિયોમાં કવિતા કરી રહી છે કે મુંબઈમાં વડાપાવ ખૂબ જ ટેસ્ટી હોય છે. વિડીયો શુટ કરનારી યુવક પણ યુવતીના આ ફૂડ નો ટેસ્ટ કરી ખૂબ જ વખાણ કરે છે. આ બાદ તે કહે છે કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ કવિતા અને કવિતા દીદી તરીકે ઓળખે છે અને તેના દરેક ફૂડ ને ખૂબ જ પસંદ કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમામ લોકો કવિતા દીદી ને ઓળખતા થઈ ગયા હતા અને તેમના વડાપાવ અને અન્ય વાનગી નો ટેસ્ટ માણવા માટે પાકિસ્તાન જવાની તૈયારી પણ દર્શાવી હતી ઘણા લોકોએ કહ્યું હતું કે વડાપાવમાં ખૂબ જ સારું ભવિષ્ય છે તો ઘણા લોકોએ કહ્યું હતું કે આ ટાઇમપાસનું એક સાધન બની ગયું છે સાથે સાથે લોકોએ પાકિસ્તાનમાં પણ ભારતીય ડંકો વાગવાનું ગર્વ અનુભવ્યું હતું.

હાલમાં તો આ વિડીયો ચારેકોર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બન્યો છે. ઘણા લોકોએ આ યુવતી ને સપોર્ટ કરવા માટે પણ કહ્યું હતું જોકે દિલ્હીની વડાપાવ ગર્લ એ પણ દરેક લોકો વચ્ચે એક અલગ લોકપ્રિયતા મેળવી છે આ દિલ્હીની વડાપાવ ગર્લ ને સપોર્ટ કરવા માટે તેમના સ્ટોલે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ હાલમાં તો આ પાકિસ્તાની વડાપાઉ ગર્લ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *