ઘાઘાડિયાવાળી માં ખોડલ ના સાનિધ્યમાં બિરાજમાન સોના ની નથણી વાળા મગર નું નિધન, આ મગર સાથે જોડાયેલા ચમત્કાર તમે આજ સુધી નહીં સાંભળ્યા હોય જુઓ શું છે આ મગર નું રહસ્ય
સમગ્ર ગુજરાતમાં માં ખોડીયાર ના અનેક તિર્થ સ્થાનો આવેલા છે. જ્યાં દૂર દૂરથી માના ભક્તો દર્શન કરવા માટે આવે છે અનેક તીર્થસ્થાનો ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક બની ગયા છે તેમાં પણ ગીર સોમનાથ જિલ્લાના સુવાળા ગામમાં ઘાઘાડિયા ધુનાવાળી મા ખોડીયાર નું એક ભવ્ય મંદિર આવેલું છે.
આ મંદિરની પાવન ભૂમિ પર એક નદી આવેલી છે જ્યાં મા ખોડીયાર નો મગર બિરાજમાન છે. આ મગર આરતીના સમયે મા ખોડીયાર ના દર્શન કરવા માટે મંદિર પાસે આવે છે આ સાથે સાથે તેને નાકમાં નથણી પણ પહેરી છે તેથી ભક્તો તેને મા ખોડીયાર નો મગર માને છે. પરંતુ આ મગરનું થોડા સમય પહેલા જ નિધન થયું છે.
આ સમાચાર સાંભળી દરેક માના ભક્તો મા દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. મા ખોડીયાર પર શ્રદ્ધા સાથે સાથે ભક્તોને માટે પણ આ મગર શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક હતું. લોકો તેમના દર્શન કરવા માટે પણ દૂર દૂરથી આ મંદિર પર આવતા હતા. આ મંદિરમાં મા ખોડીયાર હાજરાહજૂર બિરાજમાન રહી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સાથે સાથે અહીં સાંજે અને સવારે થતી આરતીમાં મગર દર્શન કરવા માટે આવે છે.
આ મંદિરમાં ખોડીયારમાં સાથે સાથે વાઘેશ્વરી માં અને ભવાનીમાં પણ બિરાજમાન છે દરેક ભક્તો માના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે. પૌરાણિક કથા અનુસાર મા ખોડીયાર ને જ્યારે રસ્તો નહોતો જડતો ત્યારે તે આ ધામમાં મગર સાથે પધાર્યા હતા અને મગરના નાકમાં નથણી પહેરાવી હતી. એ જ દિવસથી આજના સમયમાં પણ મગર માતાજીના દર્શન કરવા માટે આવે છે.
માતાજીના દર્શન સાથે સાથે ભક્તો મગરના દર્શન પણ કરતા હોય છે. આ મંદિરમાં નવરાત્રીના દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે તથા ખૂબ જ ભવ્ય રીતે માની નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. હાલમાં તો આ મગરના નિધનને કારણે દરેક ભક્તોમાં શોકનો માહોલ સર્જાયો હતો.