હીરાના વેપારીની પત્નીની ને એવી બીમારી હતી કે કોઈ ડોક્ટર સારી ન કરી શક્યા …પછી ગાયનાં દૂધ-ઘી થી પત્નીની બીમારી દૂર થઇ
સુરતમાં એક હીરાના વેપારીની પત્નીને એવી બીમારી હતી કે છેલ્લા 25 વર્ષથી ઘણી સારવાર કરાવી નાખી છતાં તેને તેનો ઉપાય ન મળ્યો. આ વેપારીની પત્નીને સોરાયસીસની બીમારી હતી. ખાસ કરીને આ દવાઓ લેવાથી તેને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો ન હતો. આ બીમારીના કારણે તેની પત્નીને ખૂબ જ પીડા થઇ પછી તેની પત્નીને હીરાનો વેપારી પોતાના ફાર્મ હાઉસ પર લઈ ગયો.
વાત કરીએ તો આ ફાર્મ હાઉસ પર ગૌશાળા છે જ્યાં નાની મોટી 125 થી વધારે ગાયો છે. આ ગાયો ના દૂધ અને ઘી સહિતની ઘણી બધી પ્રોડક્ટ વેચે છે અને 25 લાખનું ટર્નઓવર કરે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અને સુરતની અંદર જહાંગીપુરા વિસ્તારની અંદર રહેતા હરિકૃષ્ણ ભાઈ જે ધોરણ 5 ની અંદર બે વખત નપાસ થયા અને હીરાની સાથે જોડાયા. તેણે સુરત અને મુંબઈમાં હીરાનું કામકાજ વર્ષો સુધી કર્યું.
તેના સંતાની વાત કરીએ તો દીકરી દિવ્ય અને દીકરો દિવ્યેશના જન્મ પછી તેની પત્ની રૂપલબેન ને આ ખતરનાક બીમારી લાગુ પડી હતી. તેના કારણે હરિકૃષ્ણ ભાઈએ તેની સારવાર માટે કોઈપણ પ્રકારની કસર બાકી મૂકી નથી. વર્ષો સુધી સારવાર કરાવી છતાં કોઈ ફરક પડ્યો નહીં. છેલ્લે કંટાળીને પાંચ વર્ષ પછી તેણે ગાય લીધી અને પોતાના ફાર્મ હાઉસ પર રાખી. વેપારીને જાણવા મળ્યું કે ગાયનું દૂધ અને માખણ પીવાથી ખૂબ જ ફાયદો થશે.
એક વખત હરિકૃષ્ણ ભાઈ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસે દર્શન કરવા ગયા હતા. ત્યાં સંતોનો પ્રવચન ચાલતું હતું તે સમયે સ્વામીજીએ એક પ્રસંગ કહ્યો. ત્યારથી હરિકૃષ્ણ ભાઈએ ગાય પાડી અને ગાયના અસલી દૂધ ઘી અને છાશ નો ઉપયોગ કરવા લાગ્યા. જેના કારણે પત્ની આજે એકદમ સ્વસ્થ થઈ ચૂકી છે. અંતે આપેલી પ્રેરણાથી હરિકૃષ્ણ ભાઈએ એક ગૌશાળા ચલાવી.
ભારત દેશમાં ગાયને આપણે માતા માનીએ છીએ તેમજ ગાયના ઘી દૂધ અને છાશથી ઘણા બધા લાભ થાય છે. તે આજના સમયમાં ભાડાના જગ્યા ની અંદર લગભગ 47 વાછરડી થી વધારે ઉછેર કરી રહ્યા છે. ગાયોની અંદર મચ્છર નો ત્રાસ રહે છે તે માટે પંખા પણ લગાવ્યા છે.
ગાયોને બાંધવાની જગ્યાએ તેને છૂટી રાખે છે અને દરરોજ ખુલ્લી જમીન પર ઘાસ ચડવા માટે પાંચ કલાક છોડી દે છે. હરિકૃષ્ણ ભાઈ ગાયને ખવડાવવાથી લઈને ગોબર સુધી દરેક સેવા કરે છે. આજે હરિકૃષ્ણ ભાઈ ની વાત કરીએ તો 200 લીટર થી વધારે નું ઉત્પાદન દરરોજ કરે છે. હરિકૃષ્ણ ભાઈનો દૂધ 2500 રૂપિયાના ભાવે વેચાય છે તથા માખણ 2000 રૂપિયા ના ભાવે અને છાશનું વેચાણ પણ કરે છે. હરિકૃષ્ણ ભાઈ જણાવ્યું કે લોકો સારું થાય અને લોકો સારું જીવન જીવે તે ઇરાદે હરકૃષ્ણ ભાઈએ ગૌશાળા ની શરૂઆત કરી હતી. મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે તેના કારણે ગૌશાળા શરૂ કરી અવારનવાર ગાયને લગતી પ્રોડક્ટસ અમે બનાવી રહ્યા છીએ.