પટેલ સમાજના સમુહ લગ્નમાં વડીલોએ તમામ દીકરીના ચરણસ્પર્શ કર્યા ત્યારબાદ એવું થયું કે લોકો પણ રડી પડ્યા જુઓ વાયરલ વિડિયો
આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે હાલ તો સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો લગ્ન કરી પવિત્ર સંબંધમાં જોડાતા હોય છે. આ માહોલ વચ્ચે લગ્નને લઇ અનેક વિડીયો સામે આવતા હોય છે.
જે વિડિયો જોતા ની સાથે જ આપણે પણ ખુબ ખુશ થઈ જતા હોઈએ છીએ. આ વિડીયો જોઈ દરેક દીકરીના માતા-પિતાને ગર્વની લાગણી અનુભવાશે. સમય બદલાતા આજના સમયમાં દરેક સમાજના વ્યક્તિઓ દીકરીને માન સન્માન આપી તેમને સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરાવે છે કારણ કે આજના સમયમાં દીકરી દીકરાઓ કરતાં પણ વિશિષ્ટ આગળ રહી હંમેશા પોતાના જીવનમાં એક નવી ઊંચાઈને હાંસિલ કરે છે.
કારણ કે દીકરો એક કુળની રક્ષા કરે છે જ્યારે દીકરી બંને કુળમાં રહી તેમનું રક્ષણ કરી કુળ ને ઉજળા કરતી હોય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કડવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું.જેમાં સમાજના નાના-મોટા વડીલો થી માંડી દરેક લોકો દીકરીઓના ચરણસ્પર્શ કરતા જોવા મળ્યા હતા. આદિલ સ્પર્શ કરનારું દ્રશ્ય જોઈએ દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ રડી પડ્યા હતા. આ વીડિયોમાં દરેક વડીલો એ દીકરીને ભગવાનનો દરજ્જો આપી તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આજના સમયમાં અમુક સમાજમાં દીકરીઓના અપમાન કરવામાં આવે છે તેવા સમયમાં કડવા પટેલ સમાજે દીકરીનું આવું સન્માન કરી દરેક લોકોમાં સંદેશો ફેલાવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ દરેક લોકોએ વડીલોના આ વિચારના મન ભરીને વખાણ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં દીકરીને સાક્ષાત લક્ષ્મી માતા અને સરસ્વતી માતા નું સ્વરૂપ માનવામાં આવે છે જેના ઘરે દીકરી હોય તેનું ઘર સુખ સમૃદ્ધિ શાંતિથી હર્યું ભર્યું રહે છે. આ વીડિયોને અત્યાર સુધી બે લાખ કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે. દરેક લોકોએ આ સમાજના સંસ્કારના મન ભરીને વખાણ કર્યા હતા.
ખરેખર આવા સંસ્કારો જો દરેક સમાજમાં જોવા મળે તો આજની દીકરીઓ દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે. આ વિડીયો જોતા દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા તથા તેની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા હાલમાં તો દરેક લોકો કોમેન્ટ કરી સમાજના સંસ્કારના મન ભરીને વખાણ કરી રહ્યા છે તથા દીકરીઓને પણ આશીર્વાદ આપ્યા હતા.